Sabar Dairy ઘર્ષણ મામલો હવે મેદાને જોવા મળ્યો છે. રજૂઆત સમયે પોલીસ સાથે મોટું ઘર્ષણ થયું હતું. એ આખી ઘટનામાં ઈડરના ઝીંજવા ગામના એક યુવાનનું મોત પણ થયું હોવાના સમાચાર મળ્યા હતા. બે દિવસ પહેલા પશુપાલકો કે જેમણે ભાવફેર મુદ્દે Sabar Dairy બહાર જે આંદોલન કર્યું હતું. પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું તે દરમિયાનના જે દ્રશ્યો સામે આવ્યા હતા. જેમાં પોલીસે લાઠીચાર્જ કર્યો ટીયર ગેસ છોડ્યા હતા. કારણ કે પશુપાલકો કે મોટી સંખ્યામાં ડેરીના ગેટને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાના સમાચાર હતા.
પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી, પથ્થર ફેંકાયા હતા. પરંતુ એ આખી ઘટનામાં ઈડરના ઝીંજવા ગામના એક યુવાનનું મોત પણ થયું હોવાના સમાચાર મળ્યા હતા. આ મોતને પગલે Jignesh Mevani એ ઝીંજવા ગામ પહોંચ્યા હતા અને એમના પરિવારને મળ્યા હતા. ત્યાંથી જીગ્નેશ મેવાણીની પ્રતિક્રિયા સામે આવી હતી. જેમાં જીગ્નેશ મેવાણીએ ભારતીય જનતા પાર્ટી પર ખૂબ મોટા આરોપો લગાડ્યા છે. તેમણે કહ્યું છે કે ચોર કે ચોર કે ડાકુ આવ્યા હોય એમ ડેરીની ત્યાં બાઉન્સરો રાખ્યા હતા. ભાજપ સરકાર અને સાબર ડેરીની આ મિલીભગત હતી તેવી વાત જીગ્નેશમે મેવાણીએ ઝીંજવા ગામથી કરી છે.