રોહિત શર્માની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે એડિલેડમાં રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ ટેસ્ટ પર્થમાં જસપ્રીત બુમરાહની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાને જીત મળી હતી. એડિલેડમાં પિંક બોલ ટેસ્ટ હાર્યા બાદ રોહિત શર્માની કેપ્ટનશિપ પર સવાલો થઈ રહ્યા છે. આ હાર સાથે રોહિત શર્માને ટેસ્ટમાં ખરાબ કપ્તાન ગણવામાં આવ્યો છે.
બીજી ટેસ્ટમાં હારનો સામનો કરવો પડ્યો હતો
સૌવથી વધુ ટેસ્ટ મેચ હારનારા કપ્તાનની યાદીમાં રોહિત શર્મા સંયુકત રીતે ત્રીજા સ્થાન પર છે. જ્યારે આ યાદીમાં પ્રથમ નંબરે મન્સૂર અલી ખાન પટૌડી છે. તેઓ 1967-68માં કેપ્ટન તરીકે સતત 6 ટેસ્ટમાં ભારતને હાર મળી હતી.આ લીસ્ટમાં સચિન તેંડુલકર બીજા સ્થાને છે. ત્યારબાદ સતત 4 ટેસ્ટ હારનાર કપ્તાનની યાદીમાં દત્તા ગાયકવાડ (1959), એમએસ ધોની (2011 અને 2014), વિરાટ કોહલી (2020-21) અને રોહિત શર્મા (2024)નો સમાવેશ થાઈ છે.
સતત હારનો સામનો કરનાર ટોપ 6 કપ્તાન
મન્સૂર અલી ખાન પટૌડી (1967-68) – 6 નુકસાન
સચિન તેંડુલકર (1999-2000) – 5 હાર
દત્તા ગાયકવાડ (1959) પછી – 4 હાર
એમએસ ધોની (2011 અને 2014) – 4 હાર
વિરાટ કોહલી (2020-21) – 4 હાર
રોહિત શર્મા (2024) – 4 હાર.
રોહિત શર્માની ટેસ્ટ કારકિર્દી
તમને જણાવી દઈએ કે રોહિત શર્મા ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી 65 ટેસ્ટ રમી ચૂક્યો છે. જેમા તેમણે 12 સદી અને 18 અડધી સદી ફટકારી છે.