Champions Trophy 2025: રોહિત શર્માની નિવર્તીને લઈ સૌવથી મોટા સમાચાર સામે આવ્યા છે.રિપોર્ટ મૂજબ રોહિત શર્મા ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy ) બાદ ઈન્ટરનેશનલ ક્રિકેટ માંથી નિવર્તી લઈ શકે છે. રોહિત શર્માએ 11 જાન્યુઆરીએ આયોજિત BCCI પસંદગીકારોની બેઠકમાં ભાગ લીધો હતો. જેમાં નક્કી કરવામાં આવ્યો છે કે જ્યાં સુધી ટીમને નવા બીજા કેપ્ટન ન મળે ત્યા સુધી કેપ્ટન રહેશે. જ્યારે રોહિત માટે ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy ) આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ છેલ્લી રહેશે.
ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ઈન્ટરનેશનલ ક્રિકેટ માંથી નિવર્તી લઈ શકે છે.
મીડિયા અહેવાલ અનુસાર રોહિત શર્મા (rohit sharma) ઈંગ્લેન્ડ પ્રવાસ પર નહીં જાય. ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy ) ની સમાપ્તિ સાથે જ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો અંત આવશે. ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy ) માં ત્રણ લીગ મેચ રમવાની છે. છેલ્લી લીગ મેચ 2 માર્ચે રમાશે. જો ટીમ સેમિફાઇનલમાં નહીં પહોંચે તો 2 માર્ચ રોહિતની આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો અંતિમ દિવસ બની શકે છે. જો ટીમ સેમીફાઈનલમાં બહાર થઈ જાય તો 4 માર્ચ રોહિત શર્માની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ હોઈ શકે છે. જો ટીમ ફાઇનલમાં પહોંચે છે તો 9 માર્ચ રોહિતની કારકિર્દીનો અંતિમ દિવસ બની શકે છે.
9 માર્ચ રોહિતની કારકિર્દીનો અંતિમ દિવસ બની શકે છે
રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ફ્લોપ સાબિત થયો હતો. સિડની ટેસ્ટમાં પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરી દીધો હતો. ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy ) બાદ ટીમ ઈન્ડિયાએ 2027માં વર્લ્ડ કપ રમવાનો છે અને રોહિત 38 વર્ષનો છે. તેથી તેના માટે 40 વર્ષની ઉંમરે વર્લ્ડ કપ રમવો મુશ્કેલ લાગે છે, એટલે જ ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy ) તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ છે. એવું માનવામાં આવી રહ્યું છે.