ind vs eng: સદી બાદ રોહિત શર્મા થયો ભાવુક,આંખોમાં આંસુ સાથે શું કહ્યું……..

ind vs eng: રોહિત શર્માએ કટક વનડેમાં શાનદાર સદી ફટકારીને ટીમ ઈન્ડિયાને શાનદાર જીત અપાવી હતી.ભારતીય કેપ્ટને ઈંગ્લેન્ડ સામે માત્ર 90 બોલમાં 119 રનની ઈનિંગ રમી હતી. આ ઇનિંગ દરમિયાન તેણે 7 સિક્સ અને 12 ફોર ફટકારી હતી. રોહિત (Rohit Sharma) નો સ્ટ્રાઈક રેટ 132થી વધુ હતો અને તેની સદીના કારણે ભારતે 45મી ઓવર પહેલા જ 305 રનના લક્ષ્યનો પીછો કર્યો હતો. આ ઈનિંગ બાદ રોહિત ખૂબ જ ભાવુક થઈ ગયો અને BCCIને આપેલા ઈન્ટરવ્યુમાં તેણે પોતાના ટીકાકારો અને પ્રશંસકો માટે મોટી વાત કરી હતી.

રોહિતે 90 બોલમાં 119 રનની ઈનિંગ રમી હતી

રોહિત શર્મા (Rohit Sharma) એ સદી ફટકાર્યા બાદ કહ્યું કોઈ ખેલાડી લાંબો સમય ક્રિકેટ રમ્યો હોય અને વર્ષોથી રન બનાવતો હોય, તો તેની પાસે કંઈક આપવા માટે છે. હું લાંબા સમયથી હું અહીં રમી રહ્યો છું. હું જાણું છું કે મારે શું કરવાનું છે. આજે મારે જે કરવાનું હતું તે મેં કર્યું. મારા મનમાં હું ફક્ત મારી રીતે રમવા માંગતો હતો. બીજી બે ઇનિંગ્સ મારો વિચાર બદલી શકશે નહીં. આ દિવસ દરેક દિવસ જેવો હતો.રોહિતે (Rohit Sharma) આગળ કહ્યું હું જ્યારે પણ પિચ પર જાઉં છું ત્યારે સારું પ્રદર્શન કરવાનો પ્રયાસ કરું છું. મારા માટે મહત્વની બાબત એ છે કે મારી વિચારસરણી કેટલી સ્પષ્ટ છે. આ સિવાય મારા માટે બીજું કંઈ મહત્વનું નથી.

સદી બાદ રોહિત શર્મા થયો ભાવુક

રોહિત શર્મા (Rohit Sharma) પર ઘણા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો હતો.તેમનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ પણ ખુબ ખરાબ રહ્યો હતો. રોહિત શર્મા (Rohit Sharma)  ને BGTમાં પ્લેઈગ ઇલેવનમાંથી બહાર કરી દીધો હતો. હવે જુઓ કે રોહિતનો સમય કેવો બદલાયો છે. જુઓ કે આ ખેલાડી કેવી રીતે ફોર્મમાં પાછો ફર્યો છે. ઈંગ્લેન્ડ સામેની પ્રથમ મેચમાં જ્યારે રોહિતનું બેટ કામ નહોતું થયું ત્યારે તેના પર ફરીથી સવાલો ઉભા થઈ રહ્યા છે. પરંતુ કટકમાં રોહિતે બધાને જડબાતોડ જવાબ આપ્યો છે. ટીમ ઈન્ડિયા માટે સારી વાત એ છે કે ભારતીય કેપ્ટન ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ફોર્મમાં પાછો ફર્યો છે.

 

 

 

Scroll to Top