મહારાષ્ટ્રની ચૂંટણીમાં ગુજરાત માંથી EVM?…..NCP નેતાએ પરીણામ પર સવાલો ઉઠાવ્યા

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિની બમ્પર જીત પર શરદ પવારના પૌત્ર રોહિત પવારે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે ચૂંટણી પરિણામો આશ્ચર્યજનક છે. બધા પક્ષના નેતાઓની અપેક્ષાઓથી તદ્દન વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે અમારા દ્વારા અથવા સર્વે એજન્સીઓ દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ અમારા ઉમેદવારોની જીતની સંખ્યા 120-130 આવવાની હતી. આ પરિણામમાં 40-50 પર આવી તે એકદમ આશ્ચર્યજનક છે. ભાજપ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે મહારાષ્ટ્રના તમામ પ્રોજેક્ટ ગુજરાતને આપવામાં આવ્યા છે. પરંતુ ગુજરાતમાંથી મહારાષ્ટ્રને ઈવીએમ મશીનો આપવામાં આવ્યા હોવાની ચર્ચા છે.

ગુજરાતમાંથી મહારાષ્ટ્રને ઈવીએમ મશીનો આપવામાં આવ્યા

આશ્ચર્યની વાત તો એ છે કે ઉમેદવારોને તેમના જ ગામો અને વિસ્તારોમાં ઘણું ઓછુ મતદાન થયું છે. તેમણે કહ્યું કે સામાન્ય રીતે આવું જોવા મળતું નથી. જે ઉમેદવાર પોતાના વિસ્તારમાં ચૂંટણી લડે છે તો તેને વધુ મત મળે છે. તેમણે કર્જત જામખેડ બેઠકનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે એક બેઠક પર બે ઉમેદવારોને લગભગ સરખા મત મળે તે આશ્ચર્યજનક છે. પવારે વધુમાં કહ્યું કે એવી પણ વાતો ચાલી રહી છે કે ઈવીએમમાં ​​કોઈ ગરબડ થઈ છે.

 

મહારાષ્ટ્રના તમામ પ્રોજેક્ટ ગુજરાતને આપ્યા

રોહિત પવારે કહ્યું કે જ્યારે વડાપ્રધાન મોદીએ 2014માં જૂઠું બોલીને લોકસભાની ચૂંટણી જીતીયા હતા. ત્યારે દેશભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પરંતુ મહારાષ્ટ્રમાં મહાયુતિના 230 ઉમેદવારો ચૂંટણી જીત્યા છે છતાં આવી કોઈ ઉજવણી થઈ નથી. મહાયુતિના ઉમેદવારો જ્યાંથી જીત્યા હતા તેમની ઓફિસમાં ફટાકડા ફોડવામાં આવ્યા હોવા છતાં બહાર કોઈ જશ્ન જોવા મળ્યો ન હતો.

દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બને – અજીત પવાર

સોમવારે મહાયુતિમાં યોજાયેલી બેઠક બાદ એવું લાગી રહ્યું છે કે, અજિત પવાર દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં ફરી એકવાર ડેપ્યુટી સીએમ પદ સંભાળવા માટે તૈયાર છે. જેવું 2019ની ચૂંટણીમાં થયું હતું. જોકે ભાજપ સરકાર 80 કલાકમાં પડી ગઈ હતી. બીજું અજિત પવાર વિચારી શકે છે કે જો એકનાથ શિંદે મુખ્ય પ્રધાન બને છે તો બેઠકોના તફાવતને કારણે, તેઓ એનસીપી માટે ભાજપ માટે સમાન પદની માંગ કરી શકશે.

Scroll to Top