HMPV Virus: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, ‘આ HMPV વાયરસ છે તે 2001થી છે આ જૂનો વાયરસ છે.પરંતુ થોડા સમયથી ચીનમાં વર્તમાન સમયમાં વધારે ફેલાવો થઈ રહ્યો છે.કોવિડની અંદર જે પ્રકારના લક્ષણો હતા તેનાથી પણ હું માઇલ્ડ કહીશ.કેન્દ્રીય એજન્સીઓ દ્વારા જે ગાઇડલાઇન આવે તેને આપણે ફોલો કરીશું. ગુજરાતના અમદાવાદમાં એક કેસ નોંધાયો હતો. તકેદારીના ભાગરૂપે હોસ્પિટલની અંદર RTPCRની સગવડ હતી ત્યાં તેનું ટેસ્ટિંગ થાય તેવી વ્યવસ્થા આપણે ઉભી કરીશું.
અમદાવાદમાં બે મહિનાના બાળકનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો
ચીનના ખતરનાક વાયરસની ભારતની સાથે ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ચૂકી છે. 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. બાળકને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ખાનગી લેબ માં બાળકો HMVP રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાળક મૂળ મોડાસા પાસેના ગામનું છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવ્યો છે. હાલ તેની તબિયત સ્થિર છે. બાળકને શરદી અને તાવના લક્ષણો જોવા મળતા તેને અમદાવાદ લવાયો હતો.
આ રોગમાં શું હોય લક્ષણો
હ્યુમન મેટાપ્યુમોવાયરસ અથવા HMPV નામનો આ વાયરસ એક એવો વાયરસ છે જેના લક્ષણો સામાન્ય શરદીના લક્ષણો જેવા જ હોય છે. સામાન્ય કિસ્સાઓમાં, તે ઉધરસ, વહેતું નાક અથવા ગળામાં દુખાવાનું કારણ બને છે. નાના બાળકો અને વૃદ્ધોમાં, HMPV સંક્રમણ ગંભીર હોઈ શકે છે. આ વાયરસ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં ગંભીર બીમારીનું કારણ બની શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે. આ વાયરસથી સંક્રમિત દર્દીઓમાં શ્વાસ લેવામાં તકલીફ અને ફ્લૂ જેવા લક્ષણો જોવા મળે છે.