khyati hospital: હોસ્પિટલમાં સંકળાયેલા તબીબો, સંચાલકો દ્વારા હાથ ધરવામાં આવેલ અમાનવીય કૃત્ય બદલ તેમની સામે સરકારે પ્રથમ ફરિયાદી બનીને સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાને લઈ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભામાં કહ્યું હતું કે રાજ્યમાં દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા, અને હોસ્પિટલમાં ગેરરિતી આચરતા લોકોને સરકાર ક્યારેય સાંખી લેશે નહીં. આવા લોકો સામે સરકારે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરી છે અને આગળ પણ ધરશે.
19.9 કરોડની પેનલ્ટી લગાવવામાં આવી
વિધાનસભામાં માહિતી આપતા કહ્યું ખ્યાતિ ઘટના પહેલા PMJAY-મા યોજના અંતર્ગત ગેરરિતી બદલ રાજ્યમાં કુલ ૫૨ હોસ્પિટલ અને 03 ડૉકટર તેમજ ઘટના બાદ 22 હોસ્પિટલ અને 06 ડૉકટર્સ મળીને કુલ 74 હોસ્પિટલ અને 09 ડૉકટર્સ સસ્પેન્ડ કરાયા છે. સાથે સાથે 28 હોસ્પિટલ સસ્પેન્ડ પણ કરી છે.ભારતીય ન્યાય સંહિતા અંતર્ગત આ તમામ ગુનેગારો વિરૂધ્ધ સાપરાધ મનુષ્ય વધ, ખોટા દસ્તાવેજ ઉભા કરવા, છેતરપીંડી સહિતની કલમો લગાવામાં આવી છે.
ખ્યાતિ હોસ્પિટલની ઘટનાના કસુરવારો સામે કડકમાં કડક કાર્યવાહી
સરકારે નિયત સમયમાં ચાર્જશીટ ફાઇલ કરીને તમામ ગુન્હેગારોને જલ્દી સજા મળે અને રાજ્યમાં અન્ય લોકો આ પ્રકારનું કૃત્ય કરતા ચેતે તે માટેના પ્રયાસો હાથ ધર્યા હોવાનું મંત્રીશ્રીએ જણાવ્યું હતુ. ટુંક સમયમાં હોસ્પિટલના માલિક કાર્તિક પટેલ વિરૃધ્ધ પણ પુરવણી ચાર્જશીટ દાખલ કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યુ હતુ. પ્રશ્નોતરી કાળમાં શરૂઆતના મુખ્ય 20 પ્રશ્નોમાંથી લગભગ સાત જેટલા પ્રશ્નો ખ્યાતિ હોસ્પિટલમાં બનેલ ઘટના અને PMJAY-મા યોજના સંદર્ભે હતા .જે તમામના જવાબ આપવા અને ગૃહમાં ઉપસ્થિત તમામ લોકોને તમામ જરૂરી અને મહત્વની માહિતીથી માહિતી આપી હતી.