Champions Trophy 2025: ટીમ ઈન્ડિયાનો વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત (Rishabh Pant) ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy) 2025 પહેલા ઈજાગ્રસ્ત થયો હતો. ટીમ ઈન્ડિયાના ટ્રેનિંગ સેશન દરમિયાન પંતને ઘૂંટણમાં ઈજા થઈ હતી. પરંતુ હવે દુબઈથી એક સારા સમાચાર આવ્યા છે. એક રિપોર્ટ અનુસાર, પંત ઠીક છે અને તે મંગળવારે પ્રેક્ટિસ માટે પણ મેદાન પર આવી શકે છે. જોકે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તરફથી કોઈ અપડેટ સામે આવ્યું નથી.
પંતને ઘૂંટણમાં ઈજા થઈ
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 20 ફેબ્રુઆરીએ દુબઈમાં મેચ રમાશે. ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy) 2025માં ટીમ ઈન્ડિયાની આ પહેલી મેચ હશે. પરંતુ આ મેચમાં પંતના રમવાના ચાન્સ ઓછા છે. ટીમ ઈન્ડિયા વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપી શકે છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી.ટીમ ઈન્ડિયાની પ્રથમ મેચ બાંગ્લાદેશ સામે છે.જે 20 ફેબ્રુઆરીએ દુબઈમાં રમાશે. આ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે.ભારતની છેલ્લી ગ્રુપ મેચ ન્યુઝીલેન્ડ સામે છે, જે 2 માર્ચે રમાશે. ટૂર્નામેન્ટની ફાઈનલ 9 માર્ચે રમાશે.
ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ 9 માર્ચે રમાશે
તમને જણાવી દઈએ કે ઋષભ પંત (Rishabh Pant) નો કાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં પંતને ગંભીર ઈજા થઈ હતી. તેના ઘૂંટણમાં ઈજા થઈ હતી. જોકે, સ્વસ્થ થયા બાદ તેણે મેદાન પર જોરદાર વાપસી કરી હતી. પંતને હવે પ્રેક્ટિસ દરમિયાન ઘૂંટણની ઈજા થઈ હતી. જોકે તેઓ હવે ઠીક છે. પંત હવે ઠીક છે અને તે પ્રેક્ટિસ માટે પણ મેદાનમાં આવશે.