Rinku Singh એ સમાજવાદી પાર્ટીના સાંસદ સાથે કરી સગાઈ? સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ

Rinku Singh: ટીમ ઈન્ડિયાના બેટ્સમેન રિંકુ સિંહે (Rinku Singh) યુપી સાંસદ પ્રિયા સરોજ સાથે સગાઈ કરી લીધી છે. સોશિયલ મીડિયા પર આ સમાચાર ખુબ વાયરલ થઈ રહ્યા છે.રિંકુ સિંહે (Rinku Singh) છેલ્લા બે વર્ષમાં ટીમ ઈન્ડિયા માટે ખુબ જ સારૂ પ્રદર્શન કરી રહ્યો છે. મળતી માહિતી અનુસાર આ બંન્ને ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે

બંન્ને ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે

પ્રિયા સરોજ (Priya Saroj) ના પિતા અને સમાજવાદી પાર્ટીના પૂર્વ સાંસદ તુફાની સરોજે માહિતી આપી છે કે બંને પરિવારો વચ્ચે વાતચીત થઈ છે. જો બંન્નેની સગાઈ કરવાની હશે તો બધાને જાણકરવામાં આવશે. બીજી તરફ રિંકુ સિંહ (Rinku Singh) ના મેનેજર અર્જુન સિંહ ફકીરાએ જણાવ્યું કે,સાંસદના પરિવારે બંનેના લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો તે અંગે ચર્ચા ચાલી રહી છે. જ્યારે બંન્ને પરીવાર વચ્ચે આ અંગે ચર્ચા ચાલી રહી છે. હાલમાં રિંકુ સિંહ (Rinku Singh) કોલકાતામાં છે અને પ્રિયા સરોજ (Priya Saroj) ત્રિવેન્દ્રમ ગઈ છે.

પ્રિયા સરોજ 25 વર્ષની ઉંમરમાં સાંસદ બની

પ્રિયા સરોજ (Priya Saroj) ની વાત કરીએ તો તે માત્ર 25 વર્ષની ઉંમરમાં સાંસદ બની હતી. તેઓ મછિલી શહેરથી લોકસભા ચૂંટણી જીતી હતી. આ ઉપરાંત પ્રિયા સરોજ (Priya Saroj) સુપ્રીમ કોર્ટમાં વકીલ પણ રહી ચૂકી છે. તેણે દિલ્હી યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. પ્રિયા સરોજે (Priya Saroj) ભાજપના દિગ્ગજ નેતા બીપી સરોજને હરાવ્યા હતા.પ્રિયા સરોજ (Priya Saroj) ના પિતા તુફાની સરોજ પણ માછલી શહેરથી ત્રણ વખત સાંસદ રહી ચૂક્યા છે. તેમના પિતા વર્ષ 1999, 2004 અને 2009માં લોકસભા ચૂંટણી જીત્યા હતા. પ્રિયા સરોજ (Priya Saroj) દેશના બીજા સૌથી યુવા સાંસદો છે.

 

 

 

 

Scroll to Top