Ribda: ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને ખુલ્લી ધમકી

Ribda

ગોંડલના Ribda ગામમાં રાતે થયેલા ફાયરિંગના બનાવે સમગ્ર વિસ્તારમાં હડકંપ મચાવી દીધો છે. મળતી માહિતી અનુસાર અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યુ હતું. આ ઘટનાની જવાબદારી હાર્દિકસિંહ જાડેજાએ લઈ છે અને વીડિયો દ્વારા અનિરુદ્ધસિંહને ખુલ્લી ધમકી આપી છે. હાર્દિકસિંહ જાડેજાએ બનાવ બાદ એક વીડિયો જારી કરીને અનિરુદ્ધસિંહને સીધી ધમકી આપી છે. વીડિયોમાં તેણે કહી દીધું કે, “હવે પિન્ટુ મામાના ઘરે જઈને બતાવું છું.” અને આગળ સ્પષ્ટ શબ્દોમાં ચેલેન્જ ફેંકી કે, “તાકાત હોય તો મારી સામે મોરેમોરો આપ.”

આ પણ વાંચો – BJP Gujarat: ભાવનગર BJPમાં આંતરિક વિખવાદની ચરમસીમા


ઘટના જોનારના જણાવ્યા મુજબ બે અજાણ્યા બાઈક સવાર શખ્સોએ પેટ્રોલ પંપ નજીક આવીને તત્કાલ ફાયરિંગ કર્યું અને સ્થળ પરથી ફરાર થઈ ગયા. પોલીસ હાલ બંને શખ્સોની ઓળખ કરવા માટે CCTV ફૂટેજ અને અન્ય ઈલેક્ટ્રોનિક પુરાવાઓ એકઠા કરી રહી છે.

ગોંડલ તાલુકા પોલીસે હાર્દિકસિંહ જાડેજા સામે ગંભીર ગુનાની ફરિયાદ દાખલ કરી છે અને સમગ્ર મામલાની ઊંડી તપાસ શરૂ કરી દીધી છે. પોલીસનું કહેવું છે કે, હવે આ મામલો ગેંગ વોરની દિશામાં આગળ વધી રહ્યો છે. સ્થાનિક સ્તરે એવું માનવામાં આવી રહ્યું છે કે આ ફાયરિંગ પાછળ જૂની શત્રુતા અને તણાવ રહેલ છે. હાલ Ribda ગામમાં પોલીસનો મોટો કાફલો તૈનાત કરાયો છે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.

 

Scroll to Top