Ribda: Amit Khunt કેસમાં સગીરાના વકીલએ કર્યા ચોંકાવનારા ખુલાસા
અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં સગીરાના નિવેદન બાદ ખળભળાટ મચી ગયો. સગીરાના નિવેદન બાદ વકીલ ભૂમિકા પટેલનું પણ નિવેદન સામે આવ્યું છે.
જેમાં તેઓએ કહ્યું કે “પૂજા રાજગોરે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટમાં ઇલીગલ ડિટેન્શનથી માંડીને અલગ અલગ પોલીસ દ્વારા જેમના ઉપર અત્યાચાર થયો એ બાબતની ફરિયાદ દાખલ કરેલી હતી. હવે આ સમગ્ર ઘટના દરમિયાન સગીરાનું સાક્ષી તરીકે મારે નિવેદન લેવાનું હતું. સગીરાને ઘણા સમયથી કોઈને કોન્ટેક્ટ કરવા દેતા નહતા.
બે ચાર દિવસ પહેલા મને સગીરાનો કોલ આવ્યો અને એમણે મને કીધું કે મારી સાથે બહુ ખોટું થઈ રહ્યું છે. મને આવી રીતે બધા લોકો ધમકાવે છે, તમે મારી મદદે આવો. એટલે મે એમના મમ્મી સાથે ને સગીરા સાથે વાત કરી. પછી મેં રાજકોટ કોર્ટમાં એમને હાજર રહેવા માટે કહ્યું. કોર્ટમાં જે સાચું હોય એ કહી દેશો, તો તમને કોઈ ધમકાવશે નહીં. એટલે સગીરા કોર્ટ સમક્ષ સાક્ષી તરીકે નિવેદન દેવા માટે આવ્યા હતાં.
સગીરાએ પૂજાબેન રાજગોરે જે આક્ષેપો કરેલા હતા એ તો કન્ફર્મ કર્યા જ છે, એ સિવાય વધારાની જે હકીકતો જણાવી છે, એ ખરેખર આપણને બહુ વિચારવા માટે મજબૂર કરે એવી છે. એને રિમાન્ડમાંથી છૂટા થયા પછી એમના ઘરે જવું જોઈએ, એના બદલે એને ગોંડલ લઈ જવામાં આવતા. સગીરાના કહેવા પ્રમાણે એ ગાડી જયરાજસિંહની હતી. જ્યારે પોલીસ સ્ટેશનમાં હતા ત્યારે સતત ગણેશભાઈના ફોન આવતા હતા. સતત પોલીસ આ છ લોકોને સંડોવવા માંગતી હતી.
સગીરાને અનિરુદ્ધસિંહ, રાજદીપસિંહ, રહીમભાઈ મકરાણી, સંજયભાઈ પંડિત, દિનેશ પાતર અને કોએક્યુસ પૂજાબેન રાજગોર આ 6 લોકોના નામ આપ્યા હતાં. પૂજાબેન રાજગોરે માત્ર પોલીસ તંત્ર વિરુદ્ધ કરી હતી અને ઇનલીગલ ડિટેન્શન પૂરતી વાત હતી. પણ એના પછીનો આખો બનાવ જે સગીરાએ જણાવ્યો છે, એ ખરેખર હચમચાવી દે એવો છે.
આ માટે અમે અલગ ફરિયાદ દાખલ કરવાની તૈયારી કરી રહ્યા છીએ. જયરાજસિંહ, ગણેશભાઈ ગોંડલ, ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના અન્ય અધિકારીઓ DYSP કે.જી.ઝાલા, PI એ.ડી. પરમાર દ્વારા આખું કાવતરું કરવામાં આવ્યું છે, એ તમામ વિરુદ્ધ અમે ફરિયાદ દાખલ કરવાના છીએ.”
આ પણ વાંચો- CR Patil એ Keshubapa નું અપમાન કર્યું! માફી માંગે નહિ તો….