Ribda: અનિરુદ્ધસિંહ જાડેજાને મોટો ઝટકો

Ribda

Ribda: ગુજરાતના જાણીતા પોપટ લાખા સોરઠીયા કેસમાં મોટો વળાંક આવ્યો છે. હાઈકોર્ટે આજે મહત્વપૂર્ણ નિર્ણય આપતા Aniruddhsinh Jadeja ને 4 સપ્તાહની અંદર સરેન્ડર કરવા આદેશ આપ્યો છે.

સજા માફીનો નિર્ણય રદ્દ

આ કેસમાં અગાઉ ગુજરાત સરકારે અનિરુદ્ધસિંહ રીબડાની સજા માફ કરી હતી. જોકે, આજે હાઈકોર્ટે તે નિર્ણયને રદ્દ કરતાં સ્પષ્ટ જણાવ્યું કે કાયદા કરતા કોઈ ઉપર નથી.

આ પણ વાંચો – Ribda: હાર્દિકસિંહે પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો

રોજ હાજરી આપવાનો આદેશ

હાઈકોર્ટે અનિરુદ્ધસિંહ રીબડાને કડક શબ્દોમાં સૂચના આપી છે કે હવે તેમને નિયમિત રીતે રોજ કોર્ટમાં હાજરી આપવી ફરજિયાત રહેશે.

કેસમાં અત્યાર સુધીની મુખ્ય ઘટનાઓ

  • પોપટ લાખા સોરઠીયા કેસ ગુજરાતમાં ખુબ જ ચર્ચાસ્પદ રહ્યો છે.

  • કેસમાં અનિરુદ્ધસિંહ રીબડાને સજા ફટકારવામાં આવી હતી.

  • બાદમાં ગુજરાત સરકારે તેમની સજા માફ કરી હતી.

  • હવે હાઈકોર્ટે સરકારનો નિર્ણય રદ્દ કરીને ફરીથી સરેન્ડર કરવાનો આદેશ આપ્યો છે.

કાયદા કરતા કોઈ મોટો નથી

આ ચુકાદા બાદ કાનૂની નિષ્ણાતો માની રહ્યા છે કે હાઈકોર્ટનો આદેશ સ્પષ્ટ સંદેશ આપે છે – “કાયદાની સામે કોઈ શક્તિ મોટી નથી.”

 

 

 

Scroll to Top