RG Kar Rape Case: કોલકતાની નિર્ભયાને મળ્યો ન્યાય, કોર્ટ આજીવન કેદ સંભળાવી

RG Kar Rape Case: કોલકાતાની વિશેષ અદાલતે સોમવારે (20 જાન્યુઆરી) મેડિકલ કોલેજ અને હોસ્પિટલની મહિલા ડૉક્ટર સાથે રેપ-મર્ડર કેસમાં આરોપી સંજય રોયને આજીવન કેદની સજા સંભળાવી છે.આ ઉપરાંત કોર્ટે 50,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. પીડિતાના પિતાએ ગુનેગારને મહત્તમ સજાની માંગ કરી હતી.ન્યાયાધીશે 18 જાન્યુઆરીએ સ્પષ્ટ કર્યું હતું કે આ કેસમાં મહત્તમ સજા મૃત્યુની દંડ હોઈ શકે છે.જ્યારે લઘુત્તમ સજા આજીવન કેદ હોઈ શકે છે.  બળાત્કાર અને હત્યાના કેસમાં રોય સામેની સજાની પ્રક્રિયા સોમવારે પૂર્ણ થઈ ગઈ હતી.પરંતુ પુરાવા સાથે ચેડાં કરવા અને ફેરફાર કરવા અંગે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (CBI) દ્વારા તપાસ ચાલુ રહેશે.

કોલકાતાના રાક્ષસને કોર્ટે સંભળાવી આજીવન કેદ

સુનાવણી દરમિયાન સીબીઆઈના વકીલે કહ્યું કે પુરાવા રજૂ કર્યા છે. પીડિતા 36 કલાક ડ્યૂટી પર હતી. કામના સ્થળે તેની સાથે બળાત્કાર કરવામાં આવ્યો હતો અને તેની હત્યા કરવામાં આવી હતી.આ એક તેજસ્વી વિદ્યાર્થી હતી, માત્ર પરિવાર જ નહીં પરંતુ સમાજે પણ તેને ગુમાવી છે.પીડિતાના પરિવારના વકીલે કહ્યું, પુરાવા તે સાબિત કરે છે કે તેણી રાતની ઘટના વિશે બધું જ સ્પષ્ટ છે. અનેક ચર્ચાઓ બાદ પણ આરોપીની નિર્દોષતા સાબિત થઈ શકી નથી.

કોર્ટે 50,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો

ગયા વર્ષે 9 ઓગસ્ટના રોજ સવારે આરજી કાર મેડિકલ (RG Kar Rape Case) કોલેજ અને હોસ્પિટલના પરિસરના સેમિનાર હોલમાંથી એક તાલીમાર્થી મહિલા ડૉક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો. આ કેસની પ્રારંભિક તપાસ કોલકાતા પોલીસની વિશેષ તપાસ ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. જેમાં રોયની ધરપકડ કરી હતી.સીબીઆઈએ ગુનાની તારીખના પાંચ દિવસ પછી તપાસ શરૂ કરી અને ત્યારબાદ શહેર પોલીસે રોયને કેન્દ્રીય એજન્સીના અધિકારીઓને સોંપવામાં આવ્યો હતો.આ કેસમાં સુનાવણીની પ્રક્રિયા ગયા વર્ષે 11 નવેમ્બરે શરૂ થઈ હતી.જ્યારે 162 દિવસ પછી રોયને કોર્ટે દોષિત જાહેર કર્યો હતો.

Scroll to Top