Local Body Election: ગુજરાતમાં અગામી સમયમાં સ્થાનિક સ્વરાજ (local body election) ની અને નગરપાલિકાની યોજાવાની છે. આ ચૂંટણીને લઈ ભાજપ કોંગ્રેસ (congress) અને આમ આદમી પાર્ટી સહિત ત્રણેય પાર્ટીએ ફોર્મ ભરીને ચૂંટણીની તૈયારી ચાલુ કરી દિધી છે. તેવામાં અમરેલી (Amreli) થી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અત્યારસુધી તમે વિધાનસભા અને લોકસભામાં જ રિસોર્ટ પોલિટિક્સ જોયું હશે.પરંતુ આજે અમરેલી (Amreli) માં પ્રતાપ દુધાતે 20 થી વધુ ઉમેદવારને લઇ ખાનગી જગ્યાએ લઈ ગયા હતા.
અમરેલીમાં રિસોર્ટ પોલિટિક્સ શરુ
ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હાલ ભાજપ અને કોંગ્રેસ (congress) ના ઉમેદવાર પક્ષ પલ્ટો કરી રહ્યા છે. ત્યારે અમરેલી (Amreli) માં રિસોર્ટ પોલિટિક્સ શરુ થઈ ગયું છે.અમરેલી કોંગ્રેસ (congress) માંથી ફોર્મ પરત ન ખેંચાય એ માટે કોંગ્રેસ (congress) એક્શનમાં આવી ગઈ છે.સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે (Pratap Dudhat) જિલ્લાના 20 થી વધુ ઉમેદવારને લઇ ખાનગી જગ્યાએ પહોંચી ગયા છે.જૂનાગઢ જેવી હાલત ન થાય એ માટે પ્રતાપ દુધાતે (Pratap Dudhat) પૂર્વ તૈયારીના ભાગરૂપે રણનીતિ ઘડી હતી. હવે અમરેલી (Amreli) જિલ્લાના રાજકારણમાં રિસોર્ટ પોલિટિક્સની એન્ટ્રી થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે, જૂનાગઢમાં કોંગ્રેસ (congress) ના 8 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધું છે .