Gujarat Tourism: ભારતની વિવિધ સંસ્કૃતિની ઝાંખી દર્શાવવા માટે રાષ્ટ્રીય પર્યટન દિવસની ઉજવણી થાય છે. આ અતર્ગત ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં વિવિધ પર્યટન સ્થળો અને ઉત્સવોમાં અંદાજે 35.89 કરોડથી વધુ પ્રવાસી (Tourism) ઓએ ભાગ લીધો છે. આ આંકડા રાજ્યના પ્રવાસન ક્ષેત્રની સફળતાનું પ્રતિબિંબ છે.
રાજ્યમાં વિવિધ ઇવેન્ટમાં હાજર રહેલી પર્યટકોની મુલાકાતની યાદી
વાઈબ્રેન્ટ નવરાત્રી મહોત્સવ – 23.12 લાખ
રણોત્સવમાં અત્યાર સુધીમાં – 17.83 લાખ
આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં – 9.29 લાખ
સાપુતારા મેઘ મલ્હાર ઉત્સવમાં – 05 લાખ
તરણેત્તર મેળામાં – 04 લાખ પ્રવાસીઓ
રાજ્યમાં વાયબ્રન્ટ નવરાત્રી, ધોરડો રણોત્સવ, આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ, સાપુતારા મેઘ મલ્હાર, તરણેત્તર મેળો, માધવપુર મેળો, કાંકરિયા કાર્નિવલ જેવા અનેક ઉત્સવો તેમજ સોમનાથ, દ્વારકા, અંબાજી, સૂર્યમંદિર મોઢેરા, રાણીની વાવ, હેરીટેજ સિટી અમદાવાદ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, શિવરાજપુર બીચ જેવા વિવિધ સ્થળો દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.જેમાં 2023માં 17.26 કરોડ પર્યટકો,2024માં 18.62 કરોડ પર્યટકોએ મુલાકાત લીધી છે. આ બે વર્ષમાં અંદાજે 35.89 કરોડથી વધુ પ્રવાસી (Tourism) ઓ હાજર રહ્યા
ધોરડો બન્યું આર્થિક અને સામાજિક વિકાસનું માધ્યમ
ગુજરાતમાં આવેલા કચ્છના રણમાં ધોરડો ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2025માં રણોત્સવની શરૂઆત કરી હતી. આ શરૂઆત બાદ આજે આ ગ્લોબલ ઇવેન્ટ બની ગઈ છે. યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા ધોરડોને બેસ્ટ ટુરિઝમ વિલેજનો એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે. રણોત્સવથી ગુજરાતના પ્રવાસન (Tourism) ઉદ્યોગને વેગ મળ્યો છે. સાથે અનેક લોકોના આર્થિક અને સામાજિક વિકાસનું માધ્યમ પણ બન્યો છે.