Ayodhya Ram mandir: પ્રયાગરાજમાં મહાકુંભ શરૂ થયા બાદ રામનગરી અયોધ્યામાં ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે. રામલલાના અભિષેક બાદથી જ અયોધ્યા (Ayodhya) ભક્તો અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે, જેના પરિણામે રામ મંદિરમાં દાનનો રેકોર્ડ તૂટ્યો છે અને મંદિર દેશના સૌથી વધુ આવક મેળવતા મંદિરોની યાદીમાં ટોચના ત્રણમાં સ્થાન પામ્યું છે.
રામ મંદિરની વાર્ષિક આવક 700 કરોડ રૂપિયા
રામ મંદિર (Ram mandir) માં ભક્તોની ભીડ દરરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે, અને મંદિરની આવક પણ આશ્ચર્યજનક રીતે વધી છે. રામ મંદિર (Ram mandir) હવે વાર્ષિક આવકની દ્રષ્ટિએ દેશના ત્રીજા ક્રમનું સૌથી ધનિક મંદિર બની ગયું છે. ગત વર્ષે 22 જાન્યુઆરી, 2024ના રોજ રામ મંદિર (Ram mandir) માં રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ, છેલ્લા એક વર્ષમાં 13 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ દર્શન અને પૂજા માટે પવિત્ર અયોધ્યા ધામમાં પધાર્યા છે.
દાનના તમામ જૂના રેકોર્ડ તૂટી ગયા
આ સમયગાળા દરમિયાન રામ મંદિરની વાર્ષિક આવક 700 કરોડ રૂપિયાને વટાવી ગઈ છે. વાર્ષિક આવકના આંકડામાં રામ મંદિરે અમૃતસરના સુવર્ણ મંદિર, જમ્મુ કાશ્મીરના વૈષ્ણો દેવી મંદિર અને મહારાષ્ટ્રના શિરડી સાંઈ મંદિર જેવા પ્રસિદ્ધ મંદિરોને પણ પાછળ મૂકી દીધા છે. નોંધનીય છે કે આ આવકના આંકડા જાન્યુઆરી 2024 થી જાન્યુઆરી 2025 સુધીના સમયગાળાના છે. રામનગરી (Ram mandir) માં દર્શન અને પૂજા માટે આવતા ભક્તોની સંખ્યામાં વધારો થતાં દાનના તમામ જૂના રેકોર્ડ તૂટી ગયા છે.