IPL 2025: શું વિરાટ કોહલી ફરી RCBની કપ્તાની કરશે?, આ સિક્રેટ રિપાર્ટમાં ખુલાસો

IPL 2025 શરૂ થવામાં લગભગ 2 મહિના બાકી છે. IPLની 18મી સિઝન 14 માર્ચથી 25 મે સુધી ચાલવાની છે. મળતી માહિતી અનુસાર વિરાટ કોહલી (virat kohli) ને ફરીથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કેપ્ટનશીપ મળશે. પરંતુ RCBના મુખ્ય કોચ એન્ડી ફ્લાવરના નિવેદને વિરાટને ફરીથી કેપ્ટનશિપ મળવાની લગભગ પુષ્ટિ કરી દીધી છે.

વિરાટમાં હજુ પણ ઘણું ક્રિકેટ બાકી

એન્ડી ફ્લાવરે અને તેના ભાઈ ગ્રાન્ટ ફ્લાવરે સાથે મળીને ચર્ચા કરી અને કહ્યું કે વિરાટ કોહલી (virat kohli) ને કેપ્ટન્સી આપો. એન્ડી વધારે કહ્યું વિરાટમાં હજુ પણ ઘણું ક્રિકેટ બાકી છે. તમને જણાવી દઈએ કે, વિરાટ છેલ્લે વર્ષ 2021માં RCBની ફુલ ટાઈમ કેપ્ટનશીપ કરતો જોવા મળ્યો હતો. ત્યાર બાદ તે કેટલીક વખત મેચોમાં કેપ્ટનશિપની જવાબદારી સંભાળતો જોવા મળ્યો હતો.

વિરાટ કોહલીને ફરીથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કેપ્ટનશીપ મળશે

એન્ડી ફ્લાવરે IPL 2024માં RCBના મુખ્ય કોચ તરીકેની જવાબદારી સંભાળી હતી. જ્યારે ટીમે વિરાટ કોહલી (virat kohli) ને 21 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો. ત્યારે પણ મોટું નિવેદન જારી કરીને કહ્યું હતું કે, વિરાટ બેંગ્લોર ટીમનો અભિન્ન ભાગ છે અને રહેશે. એન્ડી ફ્લાવરે ખુશી વ્યક્ત કરી હતી કે પહેલા હાફમાં ખરાબ પ્રદર્શન છતાં ટીમ પ્લેઓફમાં જવામાં સફળ રહી હતી. જેમાં વિરાટે પણ મોટો ફાળો આપ્યો હતો.

કોહલીએ 2011-2021 સુધી RCBની કેપ્ટનશિપ કરી હતી

કેપ્ટનશિપની વાત કરીએ તો વિરાટ કોહલી (virat kohli) એ 2011-2021 સુધી RCBની કેપ્ટનશિપ કરી હતી. આ લાંબી સફરમાં તેણે 143 મેચમાં બેંગલુરુ ટીમની કપ્તાની સંભાળી હતી. આ 143 મેંચમાં 70માં હાર જ્યારે 66 વખત જ તે ટીમને જીત મળી હતી. જીતની ટકાવારીના દૃષ્ટિકોણથી અનિલ કુંબલે, ડેનિયલ વેટોરી અને ફાફ ડુ પ્લેસિસ પણ કોહલી (virat kohli) કરતા ઘણા સારા કેપ્ટન હતા.

 

 

 

Scroll to Top