Ravichandran Ashwin Retirement: ભારતના ઓફ સ્પિનર આર અશ્વિને (Ravichandran Ashwin) આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. ગાબા ટેસ્ટ પૂરી થતાં જ અશ્વિને (Ravichandran Ashwin) નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. રવિચંદ્રન અશ્વિને (Ravichandran Ashwin) ભારતીય ટેસ્ટ ઈતિહાસમાં અત્યાર સુધીના સૌથી સફળ બોલરોમાંથી એક રહ્યો છે. આ પ્રવાસમાં તેને અત્યાર સુધી માત્ર એક જ મેચ રમવાની તક મળી હતી. એડિલેડ બાદ તે ગાબા ટેસ્ટમાંથી પણ બહાર થઈ ગયો હતો. ગાબા ટેસ્ટ દરમિયાન અશ્વિન (Ravichandran Ashwin) ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને ગળે લગાવતો જોવા મળ્યો હતો. તેણે કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીને ગળે લગાવ્યા હતા. અશ્વિને (Ravichandran Ashwin) હેડ કોચ ગંભીર સાથે પણ લાંબા સમય સુધી વાત કરી અને પછી પ્રેસ કોન્ફરન્સમાં આવીને નિવૃત્તિની જાહેરાત કરી. રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી હતી કે અશ્વિન (Ravichandran Ashwin) હવે ઓસ્ટ્રેલિયામાં નહીં રહે. તે હવે ગુરુવારે ભારત પરત ફરશે.
આર અશ્વિનનો ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર રેકોર્ડ
આર અશ્વિને (Ravichandran Ashwin) ટેસ્ટ ક્રિકેટમાં 106 મેચમાં 537 વિકેટ લીધી હતી. તેમણે 37 વખત પાંચ વિકેટ લધી છે. જ્યારે 8 વખત મેંચોમાં 10 વિકેટ લીધી છે. અશ્વિને (Ravichandran Ashwin) 156 ODI વિકેટ પણ લીધી હતી. અશ્વિને (Ravichandran Ashwin) T20માં 72 વિકેટ લીધી હતી. આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 765 વિકેટ ઝડપી હતી. અશ્વિને (Ravichandran Ashwin) બેટ્સમેન તરીકે પણ યાદગાર પારી રમ્યો હતો. ટેસ્ટ ક્રિકેટમાં તેના 3503 રન છે અને તેણે કુલ 6 ટેસ્ટ સદી ફટકારી છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેની કુલ 8 સદી છે.
વિરાટ કોહલીએ x પર કહ્યું
હું તમારી સાથે 14 વર્ષથી સાથે રમ્યો છું. તમે આજે નિવૃત્ત થઈ રહ્યા છો, ત્યારે હું થોડો ભાવુક થઈ ગયો હતો. તમારી સાથે રમવાની વર્ષોની યાદો મારા મગજમાં ફરી આવી હતી. મેં તમારી સાથે પ્રવાસની દરેક ક્ષણનો આનંદ માણ્યો છે. ભારતીય ક્રિકેટમાં તમારી કુશળતા અને મેચ વિનિંગ યોગદાન કોઈથી પાછળ નથી અને તમને હંમેશા ભારતીય ક્રિકેટના દિગ્ગજ તરીકે યાદ કરવામાં આવશે.