Rathyatra: 1985 ની ઘટનાએ ફરી દસ્તક દીધી!

Rathyatra

અમદાવાદમાં Rathyatra જૂના અને ગીચ એવા ખાડિયા વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક રથની આગળ ચાલી રહેલા એક હાથીએ સંતુલન ગુમાવ્યું. ક્ષણભર માટે ત્યાં ઉપસ્થિત સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા. રથયાત્રામાં હાથીનો આતંક જોઇને 1985 માં ‘રાજુપ્રસાદ’નો ચમત્કાર યાદ આવ્યો. 1985ના એક ચમત્કારિક પ્રસંગને ફરી તાજો કર્યો. જ્યારે Ahmedabad માં તોફાનોને કારણે જગન્નાથની રથયાત્રાને મંજૂરી નહોતી મળી મંદિરના દરવાજા સામે પોલીસ વાન અવરોધ બનીને ઊભી હતી. જાણે રથયાત્રાને આગળ વધતી અટકાવવા માટે જ ગોઠવવામાં આવી હોય. તે જ ક્ષણે, રથયાત્રાના હાથીઓમાંથી એક, સરજુપ્રસાદ નામના હાથીએ અકલ્પનીય પરાક્રમ કર્યું. તેણે પોતાની વિશાળ સૂંઢથી તે પોલીસ વાનને ધક્કો મારીને હટાવી દીધી! આ ઘટનાથી વાતાવરણમાં એક ચમત્કારિક ઉર્જાનો સંચાર થયો.

ભક્તિ અને શ્રદ્ધાના મહાસાગર સમી ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક Rathyatra આજે અમદાવાદના માર્ગો પર નીકળી હતી. લાખોની સંખ્યામાં ભક્તોનો અભૂતપૂર્વ જમાવડો થયો હતો અને ‘જય જગન્નાથ’ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં આગળ વધી રહી હતી, ત્યાં જ એક એવી ઘટના બની કે ભક્તોના જીવ તાળવે ચોંટી ગયા અને તંત્રની શ્વાસ થંભાવી દીધી.

વર્ષોથી રથયાત્રા સાથે જોડાયેલા આવા અણધાર્યા પ્રસંગો અનેક છે. પરંતુ 1985 નો એક પ્રસંગ ઇતિહાસના પાના પર સુવર્ણ અક્ષરે અંકિત છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ રથયાત્રા સાથે જોડાયેલો એક રસપ્રદ અને ચમત્કારિક પ્રસંગ બન્યો હતો, જે આજે પણ શ્રદ્ધાળુઓમાં જીવંત છે. વર્ષ 1985 માં ગુજરાતમાં ભયંકર તોફાનો ફાટી નીકળ્યાં હતાં. આ પરિસ્થિતિમાં રથયાત્રા કેવી રીતે કાઢવી તે એક ગંભીર સમસ્યા હતી. રાજ્ય સરકારે સુરક્ષાના કારણોસર રથયાત્રા માટે મંજૂરી આપી નહોતી. પરંતુ, હજારોની સંખ્યામાં ઉમટેલા શ્રદ્ધાળુઓ પોતાની સદીઓ જૂની પરંપરાને કોઈપણ ભોગે તૂટવા દેવા માગતા નહોતા.

મંદિરના દરવાજા સામે પોલીસ વાન અવરોધ બનીને ઊભી હતી, જાણે રથયાત્રાને આગળ વધતી અટકાવવા માટે જ ગોઠવવામાં આવી હોય. તે જ ક્ષણે, રથયાત્રાના હાથીઓમાંથી એક, સરજુપ્રસાદ નામના હાથીએ અકલ્પનીય પરાક્રમ કર્યું. તેણે પોતાની વિશાળ સૂંઢથી તે પોલીસ વાનને ધક્કો મારીને હટાવી દીધી! આ ઘટનાથી વાતાવરણમાં એક ચમત્કારિક ઉર્જાનો સંચાર થયો.

આ પણ વાંચો – Hira Jotva: પિતા બાદ પુત્ર દિગ્વિજયની ધરપકડ

ભક્તોએ આ ઘટનાને “ભગવાન નગરચર્યાએ જવા માગે છે” એવા સ્પષ્ટ સંકેત તરીકે લીધી. હાથીના આ દૈવી કાર્યથી પ્રેરાઈને, ભક્તોનો વિશાળ પ્રવાહ પણ પોલીસના બેરિકેડ તોડીને આગળ વધી ગયો. આ કોઈ સામાન્ય ઘટના નહોતી; આ તો ભગવાનનો સીધો સંકેત હતો. ભક્તોએ ભગવાનનો આ સંકેત સમજીને, તમામ અવરોધો છતાં, પરંપરા પ્રમાણે રથયાત્રા આગળ વધારી હતી. આજે ખાડિયામાં બનેલી ઘટના ભલે ચિંતાજનક હતી, પરંતુ આવા ઐતિહાસિક પ્રસંગો દર્શાવે છે કે ભગવાન જગન્નાથની રથયાત્રા માત્ર એક ધાર્મિક સરઘસ નથી, પરંતુ શ્રદ્ધા, ચમત્કાર અને અતૂટ પરંપરાનું પ્રતિક છે.

Scroll to Top