Rashtrapati Bhavan: ભારતના ઈતિહાસમાં પ્રથમ વાર રાષ્ટ્રપતિ ભવનમાં લગ્ન થશે, જાણો કોણ હશે વર-કન્યા

Rashtrapati Bhavan: CRPF ઓફિસર પૂનમ ગુપ્તા બુધવારે (12 ફેબ્રુઆરી, 2025) લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે.આ લગ્ન ઐતિહાસિક હશે.આ લગ્નનને સમગ્ર ભારત યાદ રાખશે કારણ કે તેમના લગ્ન રાષ્ટ્રપતિ ભવન (rashtrapati bhavan) માં થવા જઈ રહ્યા છે.આ લગ્ન પૂનમ ગુપ્તાના છે.જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કમાન્ડો બનાવામાં આવી હતી.તરીકે વર્ણવવામાં આવી હતી. પીએમ મોદીની સાથે ચાલતી જોવા મળી હતી અને ચર્ચા હતી કે તે પીએમ મોદીની મહિલા કમાન્ડો છે.

પ્રથમ વખત રાષ્ટ્રપતિ ભવનમાં લગ્ન થશે

પૂનમ ગુપ્તા દેશના રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન રાષ્ટ્રપતિ ભવન (rashtrapati bhavan) માં લગ્નના પવિત્ર બંધનથી બંધાશે.રાષ્ટ્રપતિ ભવન ખાતે વિશ્વભરના રાષ્ટ્રાધ્યક્ષોનું સ્વાગત કરવામાં આવતું હોય છે. પરંતુ દેશના ઈતિહાસમાં પ્રથમ વખત રાષ્ટ્રપતિ ભવન (rashtrapati bhavan) ખાતે લગ્નનું આયોજન કરવામાં આવશે. પૂનમ ગુપ્તાના લગ્ન સમારોહમાં માત્ર નજીકના પરિવારના સભ્યો જ હાજરી આપશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને વિનંતી કરી હતી

પૂનમ ગુપ્તાના લગ્નનું આયોજન રાષ્ટ્રપતિ ભવન (rashtrapati bhavan) સ્થિત મધર ટેરેસા કોમ્પ્લેક્સમાં કરવામાં આવશે. હવે દરેકના મનમાં સવાલ એ છે કે તેમના લગ્નનું આયોજન રાષ્ટ્રપતિ ભવન (rashtrapati bhavan) માં શા માટે કરવામાં આવી રહ્યું છે. પૂનમ ગુપ્તાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની સામે રાષ્ટ્રપતિ ભવન (rashtrapati bhavan) માં લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. રાષ્ટ્રપતિ મુર્મુએ પૂનમ ગુપ્તાની વ્યાવસાયીકરણ, સમર્પણ અને દેશની સેવા પ્રત્યેની સમર્પણ અને CRPFમાં તેમની નોકરીને ધ્યાનમાં રાખીને તેમની વિનંતી સ્વીકારી હતી.

કોણ છે પુનમ ગુપ્તા

દુલ્હન બનવા જઈ રહેલી પૂનમ ગુપ્તા સીઆરપીએફની આસિસ્ટન્ટ મહિલા કમાન્ડો છે અને હાલમાં રાષ્ટ્રપતિ ભવન (rashtrapati bhavan) માં પર્સનલ સિક્યુરિટી ઓફિસર (પીએસઓ) તરીકે તૈનાત છે. તેણીએ 74મી પ્રજાસત્તાક દિવસની પરેડમાં મહિલા ટુકડીનું નેતૃત્વ કરીને ભૂમિકા પ્રત્યેનું મજબૂત નેતૃત્વ અને પ્રતિબદ્ધતા દર્શાવી હતી. પૂનમ ગુપ્તા CRPFમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ એવા અવનાશ કુમાર સાથે લગ્ન કરવા જઈ રહી છે. તેમની પોસ્ટિંગ જમ્મુ-કાશ્મીરમાં છે.

 

Scroll to Top