Ahemdabad Rto:અમદાવાદ RTOનો મોટો નિર્ણય, રેપીડો, ઓલા, ઉબેર બંધ

Ahemdabad Rto: અમદાવાદમાં શહેરમાં રેપીડો (Rapido), ઓલા,ઉબેર (Uber) ની બાઈક અને કાર સર્વિસ બંધ કરવાનો નિર્ણય RTOએ લીધો છે. સર્વિસ બંધ થતા સર્વસનો ઉપયોગ કરતા ગ્રાહકોને સમસ્યાનો સમાનો કરવો પડશે.આરટીઓ (RTO) ને વાંરવાર ફરિયાદો મળતા અમદાવાદ આરટીઓએ આ નિર્ણય લીધો છે. ઘણા સમયથી રીક્ષા ચાલકોની માંગણી સામે RTOએ બાઈક ટેક્સી બંધ કરાવવાનો નિર્ણય કર્યો છે. આગામી એક માસ સુધી એપ્લિકેશન મારફતે ચાલતી બાઈક ટેક્સી હવે બંધ થશે પરંતુ રીક્ષા સર્વિસ ચાલુ રહેશે.

ટુ-વ્હીલર ચલાવવા માટેનું લાઇસન્સ RTO પાસેથી મેળવેલ નથી

ત્રણ એપ્લિકેશન કંપનીઓએ RTO પાસેથી થ્રી વ્હીલર રીક્ષા ચલાવવાનું એગ્રીગેટર લાઈસન્સ લેવાનું રહેશે.કોઈ પણ કંપનીએ ટુ-વ્હીલર ચલાવવા માટેનું લાઇસન્સ RTO પાસેથી મેળવેલ નથી. ગુજરાત સરકારના મોટર વ્હીકલના કાયદામાં રહીને ત્રણે કંપનીને નોટિસ મોકલવામાં આવી હતી. કાયદા અને નિયમો અનુસાર કંપની અનુસરશે તો જ પ્રતિબંધ હટાવવાનો નિર્ણય આરટીઓ (RTO) એ લીધો છે. આગામી સમયમાં નોટિસનો ખુલાસો નહીં કરે તો પ્રતિબંધ હટાવવામાં આવશે નહીં.

રેપિડોને 30 દિવસ સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો

શહેરમાં રેપિડો (Rapido) અને ઉબેર (Uber) સામે આરટીઓ (RTO) દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ આરટીઓ (RTO) દ્વારા જોગવાઈના ભંગ બદલ રેપિડોને 30 દિવસ સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે. જ્યારે ઉબેરને 15 દિવસમાં ટુ વ્હીલર વાહનોના ઉપયોગ બંધ કરવાની બાંહેધરી આપવા કહ્યું છે. શહેરમાં રિક્ષા એસોસિએશને ખાનગી એગ્રીગેટર કંપનીઓના નોન ટ્રાન્સપોર્ટ ટુ વ્હીલર બાબતે અનેક રજૂઆતો કરી હતી.

 

 

Scroll to Top