Raman Vora: ખોટા દસ્તાવેજો ઉભા કરી ખેડૂત ખાતેદાર બની બેઠા!

Raman Vora

ઈડરના ભાજપના ધારાસભ્ય Raman Vora વિવાદમાં સપડાયા છે. મતવિસ્તારમાં ખોટા દસ્તાવેજો દ્વારા ખેતીની જમીન ખરીદવાના આરોપો સામે આવ્યા છે. માહિતી મુજબ, Raman Vora એ ગાંધીનગર જિલ્લાના પાલેજ વિસ્તારમાં ખેતીની કરોડોની જમીન ખેડૂત ખાતેદાર તરીકે ખરીદી હતી. જોકે અરજદાર રાજેન્દ્ર પટેલે આ મામલે સત્તાવાર ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદ બાદ મામલો ખુલ્લો પડી જતા ધારાસભ્ય રમણ વોરાની મુશ્કેલીઓમાં વધારો થયો છે.

ઈડર મામલતદારે આ મુદ્દે નોટિસ ફટકારી ધારાસભ્યને પુરાવા સાથે હાજર થવાનો આદેશ કર્યો છે. સાથે જ તેમના પુત્રને પણ હાજર રહેવા કહેવામાં આવ્યું છે. જો કે, ધારાસભ્ય અને તેમના પુત્ર નક્કી કરેલી તારીખે હાજર રહ્યા નહોતા. હવે મામલતદાર કચેરીએ 28 ઓક્ટોબરે ફરજિયાત હાજરીનું ફરમાન જારી કર્યું છે. જો રમણ વોરા ખોટા ખેડૂત ખાતેદાર સાબિત થશે તો તેમના પર કાયદેસરની કાર્યવાહી નક્કી છે. આ કેસને કારણે રાજકીય માહોલમાં ગરમાવો આવ્યો છે અને વિરોધ પક્ષે ભાજપ પર સીધી આંચકો કરી છે.

આ પણ વાંચો – ક્રિકેટર Yusuf Pathan ની મુશ્કેલીમાં મોટો વધારો

Scroll to Top