શહેર ભાજપમાં ચાલી રહેલા આંતરિક ઉથલપાથલ વચ્ચે આજે એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યસભાના સાંસદ Ram Mokariya એ લાંબા સમયના મૌન પછી પોતાની સોશ્યલ મીડિયા પોસ્ટ દ્વારા સંકેતભર્યો સ્પષ્ટ સંદેશ આપ્યો છે. તાજેતરમાં અનેક ભાજપના કાર્યક્રમોમાં મોકરિયાને આમંત્રણ ન મળવા સંબંધિત ચર્ચાઓ વધી રહી હતી. પાર્ટીની આંતરિક રાજનીતિ અને જૂથવાદની અટકળો વચ્ચે Ram Mokariya ની આ પોસ્ટને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
આ પણ વાંચો – Ribda: પોપટ લાખા સોરઠીયા હત્યા કેસમાં નવો વળાંક
ફેસબુક પર મૂકેલી પોસ્ટમાં Ram Mokariya એ લખ્યું છે, “સ્પષ્ટ બોલનાર વ્યક્તિ ઈન્જેકશન સમાન હોય છે. થોડી ક્ષણ માટે દુઃખ આપે છે, પણ તેનો ફાયદો જીવનભર રહે છે.” આ સંદેશ સાથે જ તેમણે પોતાના મૌનને તોડીને સંકેત આપ્યો છે કે તેમનું અવગણન થયું હોવા છતાં તેઓ સત્ય બોલવાનું વરતન છોડશે નહીં.



