Gondal : ગોંડલના રાજકુમાર જાટનો મામલો હવે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે ગુજરાત હાઈકોર્ટની અંદર હવે આ મામલે સુનાવણી થશે અને ગુજરાત હાઈકોર્ટમાં આ મામલે હેબિયર્સ કોપર્સ માટેની એક અરજી દાખલ કરવા માટે રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટ પહોંચ્યા હતા અને અચાનક તેમને ફોન આવ્યો કે તમારા દીકરાની લાશ એ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પડી છે. જો કે હેપીયસ કોપર્સની અરજી ના થઈ અને તેઓ પરત રાજકોટ ફર્યા હતા પરંતુ હવે આખા આ મામલાની અંદર રાજસ્થાનમાં જે ચાલી રહેલો ઉગ્ર વિરોધ પ્રદર્શન વચ્ચે ગુજરાત હાઈકોર્ટની અંદર એક અરજી થઈ છે અનેન અરજીની અંદર કરવામાં આવેલી માંગણીઓથી હવે ખળભળાટ મચ્યો છે ગોંડલની અંદર રાજકુમાર જાટ કે જે 3 માર્ચે મોડી રાત્રે એ પોતાના ઘરેથી નીકળે છે અને ચાર તારીખે તેનું અકસ્માતે મોત થયાના એ સમાચાર એ રાજકોટ પોલીસ પાસે તો હતા પરંતુ પરિવાર પાસે ન હતા 4 માર્ચે વહેલી સવારે અકસ્માતે મોત થયા હોવાની વાત એ કુવાડવા પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાયેલી છે અને 4 તારીખથી લઈને 8 તારીખ સુધી રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર અજાણ્યા શખ્સની એ મૃત્યુદેહના ત્યાંનો ત્યાં જ રહ્યો અને 8 તારીખે મોડી સાંજે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય પોલીસની અંદર આવેલા ગોંડલ બી ડિવિઝન પોલીસને ખબર પડી કે રાજકુમાર જાટનો મૃતદેહ તો રાજકોટ સિવિલમાં છે જો કે આખા મામલે પોલીસની શંકાસ્પદ તપાસે અત્યાર સુધીની અંદર અનેક વખત સામે આવી છે કેમ કે જ્યારે જ્યારે પોલીસે નિવેદન આપ્યા છે ત્યારે ત્યારે પોલીસના અધિકારીઓ ના જેટલા જેટલા નિવેદન એક બે નહીં પરંતુ ચારથી પાંચ વખત એ પોલીસ અધિકારીઓના નિવેદન આવ્યા અને તમામ નિવેદનોની અંદર એ વિવાદાસ્પદ રહ્યું કેમ કે કોઈ એક રહસ્ય ઉપરથી પડદો ઉચકાય તો બીજું એ રહસ્ય ઘેરાતું હતું હવે આ તમામની વચ્ચે ગુજરાત હાઈકોર્ટની અંદર એક અરજી દાખલ કરવામાં આવી છે એક પીટીશન કરવામાં આવી છે .
આ પીટીશનની અંદર સૌથી પહેલો અને મહત્વનો મુદ્દો એ આળકવામાં આવ્યો છે કે જે રાજકુમાર જાંટનું મોત થયું છે એ ઘટનાની અંદર સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી રહી છે સાથે જ રાજકોટ જિલ્લા પોલીસવાળા અને રાજકોટ જિલ્લા પોલીસની ટીમની કામગીરીની ઉપર શંકા ઉપસ્થિત કરવામાં આવી છે કેમ કે સામે પક્ષે ધારાસભ્યના પરિવારના સભ્ય હોવાની વાત એ અરજીની અંદર કરવામાં આવી છે જે રાજકુમાર ના પિતા રતનલાલ જાટે આખી અરજી કરી છે જેમાં પોલીસ તપાસમાં સ્થાનિક ધારાસભ્યના પરિવાર અને તેમના દીકરાને બચાવતી હોવાની અરજીનો આક્ષેપ તેમાં લગાવવામાં આવ્યો છે.
આ સાથે જ રાજકોટ જિલ્લા પોલીસવાળા હિમકરસિંહ દ્વારા જે સીસીટીવી જાહેર કરવામાં આવ્યા છે કે જે લગભગ એ ચાર મિનિટની આસપાસના સીસીટીવી છે પરંતુ આ ઘટનાની અંદર સીસીટીવી જે દર્શાવવામાં આવ્યા છે કે જેમાં એ પિતાપુત્ર ઘરની અંદર આવે છે એ દર્શાવવામાં આવ્યા છે જો કે હાઈકોર્ટની અંદર કરેલી અરજીની અંદર એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ચાર મિનિટ નહીં પરંતુ એ આખા સીસીટીવી જાહેર કરવામાં આવે કે જેની અંદર શું ઘટના બની હતી શું એ ઘરની અંદર માર મારવાના જે આક્ષેપો થયા હતા એ ખરા અર્થની અંદર સાચા કે ખોટા તેની તપાસ માટે હાઈકોર્ટની અંદર જ અરજી કરવામાં આવી છે
જેમાં એ આખા સીસીટીવી ફૂટેજની માંગણી પણ કરવામાં આવી છે સાથે જ અરજદાર દ્વારા જે તપાસનીશ અધિકારીઓની સામે સવાલો ઉઠાવ્યા છે એ સવાલોને ધ્યાને રાખી આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે તેવી માંગ પણ હાઈકોર્ટને કરેલી અરજીની અંદર ટાંકવામાં આવી છે જો કે હવે આ સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટની અંદર 4 તારીખના રોજ આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવશે.