Rajkot : શહેરમાં પોલીસની અસામાજિક તત્વોની માફક લુખ્ખી દાદાગીરી સામે આવી હવે, હર્ષભાઈ તમારી આ પોલીસનો વરઘોડો નીકળશે?

Gujarat : લો બોલો હવે તો રાજકોટ (Rajkot) પોલીસ પણ બેફામ બની હોય તેવા દર્શ્યો સામે આવ્યા છે. રાજકોટ (Rajkot) માં અસમાજિક તત્વોના આતંક બાદ પોલીસનો પણ આતંક ખુલીને સામે આવ્યો હોય તેમ દેખાઈ રહ્યું છે ! રાજકોટ (Rajkot) ના નાના મૌવા રોડ પાસે એક બહાદુર પોલીસકર્મીએ યુવક સાથે લાકડી વડે મારામારી કરી હોવાના વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. રાજકોટ (Rajkot) ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા દિવ્યરાજસિંહ જાડેજાની કાર સાથે બાઈક અથડાતા યુવકો દ્વારા કાર જોઈને ચલાવવાનું કહેતા ટ્રાફિક પોલીસ દિવ્યરાજસિંહ જાડેજાને એવો ગુસ્સો આવ્યો કે ભાઈ એ રાજકોટ (Rajkot) શહેરના રસ્તાઓ બાનમાં લીધા હોય તેમાં એક અસામાજિક તત્વની માફક રસ્તા ઉપર હુમલો કર્યો.

Scroll to Top