Rajkot: સરદારધામ અને ખોડલધામ આમને સામને?

Rajkot

Rajkot ખાતે Sardardham ના નવા પ્રોજેક્ટના ભૂમિપૂજન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્યમંત્રી Bhupendra Patel હાજર રહ્યા. કાર્યક્રમમાં પાટીદાર સમાજના વિવિધ વિષયો અને આંતરિક સમજદારી અંગે મહત્વપૂર્ણ સંકેત મળ્યા હતા. મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં પાટીદાર સમાજને સંયમિત ભાષા ઉપયોગ કરવા અંગે સ્પષ્ટ ટકોર કરી. તેઓએ જણાવ્યું કે, “સંઘર્ષના સમયથી લઇ આજે જ્યાં સમાજ પહોંચ્યો છે એમાં સંગઠન અને સંયમ બંને મહત્વના છે. સમાજના આગેવાનો અને યુવાનો વાણીમાં શિષ્ટતા રાખે તે આવશ્યક છે.”

આ પણ વાંચો – Weather Tracker: 25 જિલ્લાઓમાં ત્રાટકશે ભારે વરસાદ

આ કાર્યક્રમમાં લેઉઆ પાટીદાર સમાજના અગ્રણીઓ અને રાજકીય નેતાઓ ગેરહાજર રહ્યા, જેને લઇ ચર્ચાઓનું મોજું ઉછળ્યું. ખોડલધામના અગ્રણિ નરેશ પટેલ અને રાજકોટના ભાજપ MLA રમેશ ટીલાળા પણ હાજર રહ્યા નહોતા. રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાએ કાર્યક્રમ દરમિયાન બંને સમુદાય વચ્ચે એકતા માટે હાકલ કરી. તેઓએ કહ્યું કે, “લેઉઆ અને કડવા પાટીદાર અલગ નથી. બંને એક છે અને એકરૂપ રહેવું જોઈએ.” તેમણે ગેરહાજર રહેલા નેતાઓ વિશે કહ્યું કે, “બધાને પોતાની અગવડતા અને કામકાજ હોય છે, એના પરથી કંઈ અર્થ કાઢવો યોગ્ય નથી. એનો અર્થ એ નથી કે તેમને રસ નથી.”

આ કાર્યક્રમ માત્ર ભૂમિપૂજન પૂરતો ન રહીને સમાજના આંતરિક સંલગ્નતાઓ, રાજકીય ગતિવિધિઓ અને નેતાઓની ઉપસ્થિતિ અથવા ગેરહાજરીના સંકેતો સાથે ચર્ચામાં રહ્યો. CMની ટકોર અને ધોળકિયાની હાકલ પાટીદાર સમાજના આગામી રાજકીય અને સામાજિક દિશાને પણ સ્પર્શ કરે છે.

Scroll to Top