Rajkot Police નો સૌથી મોટો પર્દાફાશ, છેતરપિંડી અને અપહરણની અરજી બાદ પણ ફરિયાદ નહિ

Rajkot News: રાજકોટમાં ચકચારી GST કૌભાંડના પડઘા સમગ્ર રાજ્યમાં પડી રહ્યા છે. આ GST કૌભાંડમાં લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની માહિતી સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર આ જીએસટી કૌભાંડ (GST scam) માં મકાન આપવાના નામે 18 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાના સમાચાર સામે આવ્યા છે. જીએસટી કૌભાંડ (GST scam) કરનાર લોકોના રાજકીય આશીર્વાદ હોવાની વાત સામે આવી હતી.આ કૌભાંડમાં સમીર તન્ના નામના યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું.

લાખો રૂપિયાની છેતરપિંડીમાં અનેક લોકોના નામ સામેલ

આ જીએસટી કૌભાંડ (GST scam) પાછળ આરોપી મહેન્દ્ર ખીમાણી અને તેનો પુત્ર તેજસ ખીમાણી મુખ્ય સુત્રધાર હોવાની માહિતી આપી છે. આ ખીમાણી પિતા-પુત્ર કરોડો રૂપિયાનું GST કોભાંડ આચરી ચૂક્યા છે.આ ઉપરાંત રાજકોટના લોહાણા સમાજના પ્રમુખ રાજુ પોબારુ પણ કાંડમાં સામેલ હોવાની શંકા છે.આ યુવકે NEWZ ROOMને સમગ્ર આપવિતિ જણાવી હતી.સમગ્ર ઘટનાને લઈ હજૂ સુધી રાજકોટ પોલીસે ફરિયાદીની ફરિયાદ હજુ સુધી લીધી નથી.મહેન્દ્ર ખીમાણી અને તેજસ ખીમાણી સામે અનેક દસ્તાવેજી પુરાવો આપ્યા હતા.

NEWZ ROOMને સમગ્ર આપવિતિ જણાવી

મહેન્દ્ર ખીમાણી અને તેજસ ખીમાણી સામે કૌભાંડ (GST scam) ના અનેક પુરાવા હોવા છતા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. રાજુ પોબારુ પણ મહેન્દ્ર ખીમાણીની સાથે રહી GST કૌભાંડ (GST scam) માં મદદ કરી હોવાની માહિતી સામે આવી રહી છે. આ ઉપરાંત તેમણે RK નામના વહીવટદારનો પણ યુવકે ઉલ્લેખ કર્યો હતો. પરંતું ખીમાણી પિતા-પુત્ર પર રાજકીય આશીર્વાદ હોવાના કારણે તેના પર કોઈ કાર્યવાહી થઈ રહી નથી. જ્યારે આ સમગ્ર ઘટનાને લઈ રાજુ પોબારા પણ ચૂપ થઇ ગયા હોવાનો આરોપ લાગી રહ્યો છે.

 

Scroll to Top