Rajkot News: સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ સહકારી ક્ષેત્રે રાદડિયાનો દબદબો

Rajkot News: રાજકોટમાં સહીકારી સંસ્થા પર જયેશ રાદડિયાનો કબ્જો યથાવત જોવા મળી રહ્યો છે.રાજકોટ જિલ્લા સહકારી ખરીદ-વેચાણ સંઘમાં જયેશ રાદડિયાની પેનલનો એક સાઈટ જીત થઈ છે. રાજકોટમાં અન્ય સહકારી બેંકમાં પણ જયેશ રાદડિયા જૂથનો કબજો રહેલો છે. રાજકોટ જિલ્લા ખરીદ-વેચાણ સહકારી સંઘની કુલ 19 બેઠકોની તબકકાવાર ચૂંટણી યોજાઇ હતી.

જિલ્લા સહકારી ખરીદ-વેચાણ સંઘમાં જયેશ રાદડિયાની પેનલની જીત

રાજકોટની જિલ્લાકક્ષાની સહકારી સંસ્થા જિલ્લા સહકારી ખરીદ-વેચાણ સહકારી સંઘની તમામ બેઠકો ઉપર ભાજપ પ્રેરીત પેનલનો વિજય થયો હતો. જ્યારે જિલ્લાના સહકારી રાજકારણ ઉપર ધારાસભ્ય જયેશ દારડીયાનો દબદબો યથાવત જોવા મળી રહ્યો છે. રાજકોટ જિલ્લા ખરીદ-વેચાણ સહકારી સંઘની કુલ 19 બેઠકોની તબકકાવાર ચૂંટણી યોજાઇ હતી. જેમાં મંડળીઓના સાત પ્રતિથનિધિઓની ચૂંટણીમાં સાતેય ઉમેદવાર રાદડીયા જૂથના બિનહરિફ ચૂંટાયા હતા.

ઉમેદવારો બિનહરિફ ચૂંટાયા

સંઘ પ્રતિનિધિ વિભાગ અને ઇતર વિભાગની 12 બેઠકોની ચૂંટણીમાં પણ તમામ ઉમેદવારો સામે પણ અન્ય કોઇ ઉમેદવારોના નામના ઠરાવો નહી આવતા તમામ ઉમેદવારો બિનહરિફ ચૂંટાયા હતા.આમ તમામ 16 બેઠકો ઉપર રાદડીયા જૂથના ઉમેદવારો વિજેતા થયા છે. જિલ્લા ખરીદ-વેચાણ સહકારી સંઘના બોર્ડમાં બે જિલ્લા સહકારી બેંકના તથા બેકો ઓપ્ટ સભ્યો મળી કુલ 23 સભ્યોનું બોર્ડ બનશે.

 

Scroll to Top