Rajkot News: ગુજરાતમાં કાયદાના લીરેલીરા ઉડ્યા, વીંછિયામાં લેન્ડગ્રેબિંગની ફરિયાદ કરનાર યુવકની હત્યા

Rajkot News: જસદણના વિછિયા તાલુકાના થોરિયાળી ગામે લેન્ડગ્રેબીંગ (landgrabbing) ની અરજી કરનાર કોળી યુવાનની સાત શખ્સોએ કુહાડી અને ધોકાના ઘા ઝીંકી હત્યા કરી નાખતા સનસનાટી મચી ગઈ છે. આ બનાવમાં સાત શખ્સો સામે ફરિયાદ નોંધાયા બાદ બે શખ્સોને ગ્રામ્ય એલસીબીએ ઝડપી લીધા છે. જ્યારે અન્યની શોધખોળ શરૂ કરાઈ છે. હત્યા બાદ સમગ્ર ગામમાં ભારે રોષ વ્યાપી જતાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

સાત શખ્સોએ કુહાડીના ઘા ઝીંકી વેતરી નાખ્યો

સૂત્રો અનુસાર વિછિયા તાલુકાના થોરિયાળી ગામે લેન્ડગ્રેબિંગ (landgrabbing) ની ફરિયાદ કરનાર ઘનશ્યામ રાજપરાની હત્યા કરવામાં આવી હતી. ગેરકાયદે બાંધકામ અંગે અરજીઓ કરનાર ઘનશ્યામ રાજપરા ઉપર જસદણ પંથકના 7 જેટલા લોકોએ કુહાડી, ધોકા સહિતના વડે ઘાતકી હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા ઘનશ્યામ રાજપરાને પહેલા વીંછિયા પંથક અને ત્યાર બાદ રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાજકોટ સિવિલમાં સારવાર દરમિયાન ઘનશ્યામ રાજપરાનું મોત થતા મામલો હત્યામાં પલટાયો હતો. મૃતકના પરિજનો દ્વારા આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડવા માંગણી કરવામાં આવી હતી. બનાવના પગલે ગામમાં તંગદીલી છવાઈ હતી. આ બનાવમાં થોરિયાળી ગામના લક્ષ્મણભાઈ શિવાભાઈ રાજપરાની ફરિયાદના આધારે પોલીસે જેઠાભાઈ ગભરુભાઈ ચાંભડ અને તેની સાથેના અજાણ્યા એક કુલ સાત શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. જેમાં પોલીસે બે આરોપીને ઝડપી લીધા છે. જ્યારે અન્યની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

ઘનશ્યામ રાજપરાએ ગેરકાયદે બાંધકામ અંગે અરજી કરી હતી

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળતી માહિતી મુજબ લેન્ડગ્રેબિંગ (landgrabbing) ની ફરિયાદ કરનાર ઘનશ્યામ રાજપરાએ ગેરકાયદેસર બાંધકામ અંગે અરજી કરી હતી. લેન્ડગ્રેબિંગ (landgrabbing) અરજીની ખાર રાખીને 7 લોકોએ કુહાડી, ધોકા સહિતના હથિયારોથી ઘનશ્યામ રાજપરા પર હુમલો કરીને હત્યા કરી હોવાનો મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. ઘનશ્યામ રાજપરાનું રાજકોટ સિવિલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં ગ્રામ્ય એલસીબીના પીઆઈ વી.વી. ઓડેદરા સહિતનો સ્ટાફ વિછિયા ખાતે દોડી ગયો હતો. આ બનાવ બાદ હાલમાં સમગ્ર ગામમાં તકેદારીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. લેન્ડગ્રીબેનીંગની અરજીને ધ્યાનમાં રાખીને સાત શખ્સોએ ઘનશ્યામને મોતને ઘાટ ઉતારી દીધાના બનાવથી ભારે ચકચારી મચી ગઈ હતી.

સમગ્ર પંથકમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો

વિછિયાના થોરિયાળી ગામે રહેતા ઘનશ્યામ રાજપરાએ ગેરકાયદેસર બાંધકામ અંગેની કરેલી અરજી બાદ જેના વિરુદ્ધ અરજી કરાઈ હોય તે કાઠી દરબાર શખ્સોએ કોળી યુવાનને મોતને ઘાટ ઉતારી દેતા ભારે તંગદીલી વ્યાપી ગઈ હતી. આ બનાવને પગલે સમગ્ર વિછિયા પંથકમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પૂર્વ સરપંચ મનુભાઈ રાજપરાએ આ મામલે વિછિયાબંધનું એલાન આપ્યું હતું અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. હત્યાના બનાવ બાદ આક્રોશપૂર્ણ વિછિયામાં વેપારીઓએ બંધ પાડ્યું હતું અને આ હત્યાના બનાવનો ભારે વિરોદ્ધ સાથે રોષ પૂર્વક રજૂઆત પણ કરી હતી. વિછિયાબંધના એલાનના પગલે તકેદારીના ભાગરૂપે સમગ્ર પંથકમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.

Scroll to Top