Rajkot News: વિછીયા હત્યા બાબતે રજૂ કપરાડાએ આપ્યું ચોકવનારૂ નિવેદન

Rajkot News: રાજકોટમાં વિંછીયા તાલુકાના થોરીયાળીના ઘનશ્યામ રાજપરા હત્યા મામલે આરોપીઓનું સરઘસ કાઢવા કોળી સમાજના આગેવાનો સામે નામ જોગ ફરિયાદ દાખલ કરી હતી. જેમાં 73 લોકોની ધરપકડ થઈ હતી.આ 73 માંથી રાજકોટ (Rajkot ) સેશન કોર્ટે 63 આરોપીઓને જામીન મંજૂર કર્યા હતા.આ સમગ્ર ઘટનાને લઈ આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ રાજુભાઈ કરપડાએ જાહેરાત કરી હતી કે ખોટા કેસને પાછા ખેંચવા માટે આપ પાર્ટી કાયદાકીય લડત લડશે.

રાજૂ કરપડાએ આપી મહત્વની જાણકારી

રજૂ કરપડાએ જણાવ્યું હતું કે, વિછીયામાં પોલીસ ઘર્ષણમાં જે પણ કોળી સમાજ સહિત અન્ય સમાજના લોકો પર કેસ કરવામાં આવ્યા હતા. તે તમામ લોકોને કોર્ટ દ્વારા જમાનત આપવામાં આવ્યા છે. પરંતુ આવનારા સમયમાં જ્યાં પણ જરૂર લાગશે ત્યાં આમ આદમી પાર્ટી આ તમામ લોકો પર કરવામાં આવેલા ખોટા કેસને પાછા ખેંચવા માટે કાયદાકીય લડત લડશે.

શું હતી સમગ્ર ઘટના

ઘનશ્યામ રાજપરા દ્વારા મોટી થોરીયાળી ગામ ખાતે રબારી સમાજના મકાન પાડવા બાબતે અરજી કરવામાં આવી હતી. જે બાબતનો ખાર રાખીને શેખા સાંબડ સહિતના વ્યક્તિ દ્વારા ઘનશ્યામ રાજપરા ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. બનાવના દિવસે વિંછીયા બોટાદ રોડ ઉપર ઘનશ્યામ રાજપરા આઈસ્ક્રીમ રિપેરિંગ કરવા માટે ગયા હતા.

Scroll to Top