Rajkot: લેટરકાંડમાં નવો વળાંક,ધવલ દવે પર લાગેલા આક્ષેપને થયો મોટો ખુલાસો

Rajkot:  રાજયમાં ભાજપ આંતરીક વિખવાદ ચરમ સીમા પર જોવા મળી રહ્યો છે. અમરેલી લેટરકાંડ (Letter scandal) બાદ વધુ એક લેટર સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.આ લેટરમાં BJP નેતા પર ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. આ લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રાજકોટ જિલ્લાનાં પ્રભારી ધવલ દવે પાર્ટીમાં રહીને જ પાર્ટીને નુકસાન કરે છે. ગદ્દારો હાલમાં કેવો ભ્રષ્ટાચાર અને અંગત સ્વાર્થ માટે પાર્ટીની મળેલી જવાબદારીનો ગેરઉપયોગ કરી રહ્યા છે. હવે આ લેટરકાંડ (Letter scandal)  ને લઈ રા.લો.સંઘ ના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાએ મામ આક્ષેપોને વખોડી નાખ્યા હતા.

ધવલ દવે સામે આક્ષેપ કરતો લેટર વાઇરલ

રાજકોટ લોધીકા સંઘના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાએ વાઈરલ પત્રને નકારી કાઢીયો હતો.આ સમગ્ર લેટરકાંડ બાદ રા.લો.સંઘ ના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાનું નિવેદન સામે આવ્યું હતું. તેમણે કહ્યું રા.લો.સંઘના પ્રમુખ તરીકે મારી નિમણુંક 2 મે 2023 ના રોજ થઈ હતી.જ્યારે ધવલ દવે ની પ્રભારી તરીકે 16 મે 2023ના રોજ થઈ હતી. આ ઉપરાંત ધવલ દવેની જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે 25 મે 2023 ના રોજ નિમણૂક થઈ હતી.આ લેટર તદ્દન ખોટો છે.

વાયરલ પત્રમાં આ હતો ઉલ્લેખ

ધવલ દવે પોતાની જાતને સૌરાષ્ટ્રનો સર્વે સર્વા નેતા સમજવા લાગેલ છે અને હજુ આવનારા દિવસોમાં ભાજપની છબી સાવ ખરડાવી નાખશે જેથી આવા લોકોને પાર્ટીના વરિષ્ઠ આગેવાનો સમજણ આપી કાબુમાં રાખે અન્યથા ભાજપને નીયા જોવાનો વારો આવશે અને સાચા તથા સારા કાર્યકરો ખોઈ બેસવાનો વારો આવશે આપ સૌ પાર્ટીના વરિષ્ઠ આગેવાનો છો તેથી આપ સૌને આ વાતની જાણ કરવી અમારી નૈતિક જવાબદારી છે. પ્રવાસ દરમિયાન તેમજ પોતાના જિલ્લામાં કાર્યકરો તેમજ મિત્ર વર્તુળમાં એવી વાતો કરતો ફરે છે કે આવનારા સમયમાં સૌરાષ્ટ્રનો હું એકમાત્ર જ નેતા છુ. મેં રત્નાકરજી ના કહેવાથી પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા નું પણ રાજકારણ પતાવી દીધું અને હજુ ઘણા નેતા ને પતાવી દેવાના છે.

 

Scroll to Top