Rajkot : રાજકોટથી સુરત આવતી બસમાં સગીરા સાથે કુકર્મ, આરોપીએ બ્લૅકમેઈલ કરી હવસનો શિકાર બનાવી

Rajkot News | રાજકોટમાં ચાલુ બસમાં તરૂણી પર દુષ્કર્મની ઘટના બની છે. સગીરા પર સ્લીપર કોચમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. સગીરા રાજકોટની હોસ્ટેલમાં ભણે છે તે રાજકોટથી સુરત જઇ રહી હતી તે દરમ્યાન ચાલુ બસમાં તેની સાથે આ ઘટના ઘટી. આરોપીએ પીછો કરીને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની વાત સામે આવી છે.

રાજકોટ (Rajkot) માં ચાલુ બસમાં દુષ્કર્મની ઘટના બની છે. રાજકોટની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી સગીરા સ્લીપર કોચમાં વતન સુરત જવા નીકળી હતી. તે સમયે ગીર સોમનાથનો વતની અને હોસ્ટેલમાં કામ કરતો આરોપી વિજય બારડ (Vijay Barad) તેની પીછો કરતો બસમાં પહોંચ્યો હતો. જ્યાં તેણે સગીરાને બ્લેકમેલ (Blackmail) કરીને તેની સાથે દુષ્કર્મ (Rape) આચર્યું હોવાની પ્રાથમિત તપાસમાં ખુલ્યું છે.

સગીરા સુરત પહોંચી ત્યારે તેણે પોલીસને આ બાબતની જાણ કરી હતી, સમગ્ર ઘટનામાં પોલીસે તરૂણીનું નિવેદન લીધુ છે અને મહિધરપુરા પોલીસ આ મામલે તપાસ કરી રહી છે, હાલ પોલીસે સગીરાને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ મોકલી છે. આરોપી હજી પોલીસ પકડથી દૂર છે. આ કેસમાં રાજકોટમાં 0 નંબરથી ફરીયાદ નોંધી સુરત મહિધપુરા પોલીસ મથકમાં ફરિયાદ ટ્રાન્સફર કરવામાં આવી છે.

 

Scroll to Top