Rajkot Mayor: મહાકુંભ પ્રવાસને લઈ મેયરનું મોટું નિવેદન, ટાર્ગેટ કરવામાં આવી

Rajkot Mayor: રાજ્યમાં રાજકોટ મેયરનો વિવાદ વક્રર્યો છે.રાજકોટના મેયર નયના બેન પેઢડીયા મહાકુંભ (mahakumbh) ના પ્રવાસે ગયા હતા.તેઓ મેયરની ગાડી લઈ મહાકુંભે ગયા હતા તેના કારણે વિવાદ સર્જાયો હતો. હવે આ ઘટનાને લઈ સમગ્ર રાજ્યમાં વિવાદ થયો હતો. વિવાદ થયા બાદ મેયર નયના બેન (Mayor Naina Ben) નું નિવેદન સામે આવ્યું છે.તેમણે કહ્યું બે રૂપિયા કિલોમીટર વાળી વાત કરી મારી છબી ખરડવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

મારી ગરિમા જળવાય નથી

રાજકોટ મેયર નયના બેન (Mayor Naina Ben) પેઢડીયાએ વધુમાં કહ્યું અમુક લોકો મને ટાર્ગેટ કરી રહ્યા છે.જો મને( નયના બહેન) આ બાબતે ઉચ્ચ કક્ષાએ મોકો મળશે તો હું રજૂઆત કરીશ.તેમણે વધુમાં કહ્યું બે રૂપિયા કિલોમીટર વાળી વાત કરી મારી છબી ખરડવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.પરીવાર સાથે કુંભમાં સ્નાન કરવા માટે ગઈ હતી.મનપા કમિશ્નરની પરવાનગી લઈને હું કુંભમાં ગઈ હતી.તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઝડપથી પાછું કોર્પોરેશનમાં આવી શકાય તે માટે હું કાર લઈને ગઈ હતી. હું કોઈ વ્યક્તિગત બાબતે પડવા માંગતી નથી. તેમણે આક્ષેપ કરતા કહ્યું મારી ગરિમા જળવાઈ નથી,અમે સંપૂર્ણ ડ્રેસ પહેરીને મર્યાદા પૂર્ણ સ્નાન કર્યું છે.જ્યાં સુધી કપડાં સુકાવવાની વાત છે તો ત્યાં કોઈ પણ પ્રકારની દોરી કે કંઈ હતું નહિ જેથી હું સ્ત્રી છું તે માટે ત્યાં સુકવ્યા હતા.

મને ટાર્ગેટ કરવામાં આવી

રાજ્યમાં તથા રાજકોટમાં આ મુદ્દાની ખુબ ચર્ચા થઈ રહી છે.રાજકોટની મેયર નયના બેન (Mayor Naina Ben) પેઢડીયાના આ નિવેદન બાદ રાજકારણ તેજ થઈ ગયું છે.રાજ્યમાં ચારય કોર ચર્ચા થવા લાગી છે. રાજકોટમાં ચર્ચા ચાલી રહી છે કે મેયર રાજકારણનો ભોગ બની રહી છે.બીજી બાજૂ રાજકોટ કોંગ્રેસ નેતા અતુલ રાજાણીએ ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું સમગ્ર મુદ્દે ભષ્ટ્રચાર થયો હોય તેવું લાગી રહ્યું છે.

 

 

Scroll to Top