Rajkot News | રાજકોટના ઇન્દિરા સર્કલ નજીક સીટી બસ બુધવારે 6 લોકોને કચડ્યા હતા. અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. ત્રણ લોકોએ જીવ ગુમાવતા લોકો રોષે ભરાયા હતા અને બસમાં તોડફોડ કરીને બારીઓના કાચ તોડી નાખ્યાં હતા. અકસ્માતના પગલે ટ્રાફિક જામ થઇ ગયો હતો અને આ સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને રોષ પ્રગટ કર્યો હતો. આક્રોશિત લોકોને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો.
રાજકોટ (Rajkot) પૂરપાટ ઝડપે આવતી સીટી બસે (City Bus) ઈન્દિરા સર્કલ (Indira Circle) પાસે 6 લોકોને અડફેટે લેતા 3નાં ઘટના સ્થળે જ મૃત્યુ થયા છે. મૃતકોના પરિવજનો અને અન્ય રાહદારી રોષે ભરાયા હતા અને સીટી બસના કાચ તોડી નાખ્યા હતા. રોષે ભરાયેલા લોકોને શાંત પાડવા માટે પોલીસે દરમિયાનગીરી કરી તો લોકો અને પોલીસ વચ્ચે પણ ઘર્ષણ સર્જાયું હતું અને લોકો પોલીસ પર પણ રોષે ભરાયા હતા.
ઘટનાના પગલે ઇન્દિરા સર્કલ પર ટ્રાફિક જામ થઇ ગયો હતો અને અહીં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આક્રોશિત લોકોને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો. પોલીસે સીટી બસ ચાલકની ધરપકડ કરી લીધી છે. મૃતકના પરિવારોએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યાં છે. જેમાં ડ્રાઇવરની સ્પષ્ટ બેદરકારી જોવા મળે છે.
ડ્રાઇવરે પીઘેલી હાલતમાં હોય તેવી પણ આશંકા સેવાઇ રહી છે. સિગ્નલ ખુલતા જ ઓવર સ્પીડમાં બેદરકારીથી બસ ચલાવતા 6 લોકો બસની નીચે કચડાયા હતા, સગ્નનલ ખુલતા જ સગ્નલ પર ઉભેલા લોકોને કચડતાં બસ આગળ નીકળી ગઇ હતી. જેમાંથી 3 લોકોને નાની મોટી ઇજા થઇ છે જ્યારે 3 લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા છે.
Accident | રાજકોટમાં સીટી બસ યમદૂત બની! ઇન્દીરા સર્કલ પાસે 6 લોકોને કચડ્યાં, 3ના મોત