સૌરાષ્ટ્ર વિસ્તારમાં કમોસમી વરસાદે ભારે વિનાશ સર્જ્યો છે. અનેક વિસ્તારોમાં અતિશય વરસાદને કારણે પાકને ભારે નુકસાન થયું છે અને ખેડૂતોને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. Rajkot, જુનાગઢ, અમરેલી, ભાવનગર સહિતના વિસ્તારોમાં પાકો પાણીમાં તણાઈ જવાથી ખેડૂતોના સપના ચકનાચૂર થયા છે. રાજ્ય સરકારે પરિસ્થિતિની ગંભીરતા ધ્યાને લઇને 10 હજાર કરોડ રૂપિયાનું સહાય પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજ હેઠળ વરસાદથી પ્રભાવિત ખેડૂતોને આર્થિક સહાય તથા પાક વીમા યોજનાઓ હેઠળ તરત જ વળતર આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
Rajkot જિલ્લાના ખેડૂતોનું કહેવું છે કે સહાય પેકેજનું સ્વાગત છે, પરંતુ યાર્ડમાં પાકના યોગ્ય ભાવ ન મળતા અને વળતર વિતરણમાં વિલંબ થતાં તેઓ મુશ્કેલીમાં મુકાયા છે. એક ખેડૂતનું કહેવું હતું કે, “અમે આખું વર્ષ મહેનત કરી પાક તૈયાર કર્યો, પણ કમોસમી વરસાદે બધું બગાડ્યું. હવે સરકાર પાસેથી સમયસર સહાયની અપેક્ષા છે.” ખેડૂતોના પ્રતિનિધિઓએ પણ સરકાર અને કૃષિ વિભાગને વિનંતી કરી છે કે વળતર પ્રક્રિયા ઝડપી થાય અને ખેડૂતોને તાત્કાલિક રાહત મળે. NEWZ ROOM પર ખેડૂતોની વેદના અને તેમની માગણીઓ અંગે વિશેષ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં તેઓએ પોતાના અનુભવ અને મુશ્કેલીઓ ખુલ્લા હૈયે વ્યક્ત કરી છે.



