Rajkot: ‘આફ્રિકન સ્ટુડન્ટ’ કરે છે આવા કામ?

Rajkot

Rajkot જિલ્લાના રતનપર ગામમાં Marwadi University માં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ વિરુદ્ધ સ્થાનિક લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. ખાસ કરીને આફ્રિકન ઉદ્ભવના વિદેશી વિદ્યાર્થીઓ દ્વારા અસામાજિક પ્રવૃતિઓ થતી હોવાનો ગંભીર આક્ષેપ સાથે ગામમાં બબાલ સર્જાઈ છે. સ્થાનિક લોકોએ કહ્યું કે આ સ્ટુડન્ટ્સ દરરોજ દારૂ, ગાંજો અને ડ્રગ્સના વેપાર સાથે જોડાયેલા છે તેમજ તેઓ અનૈતિક પ્રવૃત્તિઓમાં પણ સંડોવાયેલા છે.

આ પણ વાંચો – Chaitar Vasava: AAP ના કાર્યકર્તાઓએ કર્યો મોટો ધડાકો

Rajkot માં ગામજનોએ જણાવ્યું કે કેટલાક આફ્રિકન વિદ્યાર્થી યુવતીઓ ઓનલાઇન સાઇટ્સ અને સોશિયલ મીડિયા મારફતે દેહવ્યાપાર ચલાવે છે. તેમના પ્રોફાઇલની સાથે “પ્રાઈઝ લિસ્ટ” પણ મોકલવામાં આવે છે. સ્થાનિકોએ એવી પણ વાત કરી કે આવા વિદ્યાર્થીઓ કોઈ નિયંત્રણમાં રહેતા નથી અને હથિયાર લઈને ફરતા હોય છે, જેથી ગામમાં ભયનો માહોલ છે. એક નિવૃત્ત આર્મીમેન સાથે આફ્રિકન વિદ્યાર્થીએ મારપીટ કરી હતી, જે પછી ગ્રામજનોનો આક્રોશ વધુ તીવ્ર બન્યો. લોકોના કહેવા પ્રમાણે ઘણા વખતથી તેઓ શાંતિથી નિવેદન આપી રહ્યા હતા, પણ પોલીસે કોઈ ગંભીર પગલાં લીધા નથી.

Scroll to Top