Rajkot News : રાજકોટ (Rajkot) માં અસામાજિક તત્વો સામે પોલીસે લાલ આંખ કરેલી છે. શહેરના અલગ-અલગ વિસ્તારમાંથી અસામાજિક તત્વોને પકડીને તેમને પાઠ ભણાવવામાં આવી રહ્યા છે. જો કે તો પણ અસામાજિક તત્વોમાં કાયદાનો ખોફ હજુ જોઇએ તેટલો જોવા મળતો નથી. રાજકોટ-અમદાવદ (Rajkot – Ahemedabad) હાઇવે પર યુવક પર આઠ-દસ લોકોનું ટોળું જાહેરમાં લાકડી-પાઇપ વડે તૂટી પડે છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે.
રાજકોટમાં ગૃહમંત્રીની સૂચનાનું પાલન કેમ નથી થતું
રાજ્યમાં અસમાજિક તત્વોનો ત્રાસ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. ગૃહ મંત્રી મંત્રીએ પોલીસને કડકમાં કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે, તેમ છતાં રાજકોટ (Rajkot) માં અસામાજિક તત્વોનો આંતક સામે આવ્યો છે. રાજકોટ (Rajkot) માં એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બેટી ગામ નજીક યુવક કારમાં સવાર હતો અને હુમલાખોરો તેનો પીછો કરી રહ્યા હતા. હુમલાખોરોથી બચવા યુવકે રાજકોટ-અમદાવાદ (Rajkot – Ahemedabad) હાઇવે પરની એક હોટલ આગળ કાર ઉભી રાખી અને નીચે ઉતરી જીવ બચાવવા હોટલમાં ભાગવા ગયો હતો. દરમિયાન પાછળથી બેથી ત્રણ જેટલી કારમાં આવેલા આઠથી દસ જેટલા હુમલાખોરોએ તેને ધોકા-પાઇપ અને લાકડીથી ઢોર માર માર્યો હતો. આ હુમલો અગાઉની ફરિયાદનો ખાર રાખીને કરાયો છે. યુવકને માર મારવાની સમગ્ર ઘટના સીસીટીવી (CCTV)માં કેદ થઇ ગઇ હતી. પોલીસે (Rajkot Police) સીસીટીવી ફુટેજને આધારે હુમલાખોરોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
રાજકોટ પોલીસનો ડર અસામાજિક તત્વોને નથી !
હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ટેકસી ચલાવી ચલાવતા કિશન લાલદાસભાઈ દુધરેજીયા (ઉ.વ.25)એ ફરિયાદમાં જણાવ્યા અનુસાર 5 દિવસ પહેલા તે કાર લઇને કુવાડવા ગામ પાસે CNG પંપ ખાતે ગેસ પુરાવવા માટે ગયો ત્યારે મયુર બોસરીયા ત્યા આવ્યો હતો અને તેમની કાર આડી તેની કાર ઉભી રાખતા બંને બોલાચાલી થઇ હતી. ત્યાર બાદ તેઓ ત્યાથી નીકળી ગયો હતો અને કુવાડવા જીજે.03 હોટલ પાસે પહોંચ્યો ત્યારે મયુર તથા તેના પિતા રેવાભાઈ બોસરીયા ત્યા આવી અને તેમની સાથે ઝગડો કરવા લાગ્યા હતા. જે અંગે કિશનભાઇએ કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના બાદ સવાલ એ ઉભો થયો છે કે શું લુખ્ખા તત્વોમાં પોલીસનો કે પછી કાયદાનો કોઇ ડર નથી રહ્યો. જે રીતે જાહેરમાં યુવકને ઢોર માર મારવામાં આવ્યો છે તેણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઇને અનેક સવાલ ઉભા કર્યા છે.