Rajkot: Pizza ખાવાના શોખીન હોવ તો થઈ જાઓ સાવધાન, લાપીનોઝ Pizza માંથી નીકળ્યો વંદો

Rajkot: શું તમને Pizza ખાવાના શોખીન હોવ તો થઈ જાવ સાવધાન. રાજકોટમાં એક ગ્રાહકને લાપીનોઝ Pizzaની આઉટલેટ માંથી Pizza ખરીદતા તેમાંથી મરેલો વંદો નીકળતા રેસ્ટોરન્ટના ચાલક સામે ફરિયાદ કરી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. આ આઉટલેટ રાજકોટની 150 ફૂટ રીંગ રોડ પર આવેલા લાપીનોઝ Pizza માથી દીલીપભાઈ ટાંક અને તેમના પરીવારને ખરાબ અનુભવ થયો હતો.

Pizzaના ચીઝ માંથી વંદો જોવા મળ્યો હતો

પરીવારે Pizza ઓર્ડર કર્યાં બાદ Pizza તેમના ટેબલ પર આવતા ચોકી ગયા હતા. આ Pizzaના ચીઝ માંથી વંદો જોવા મળ્યો હતો. આ ઘટના બાદ ગ્રાહક રોષે ભરાયા હતા. તેણે લાપીનોઝ Pizzaના રેસ્ટોરન્ટના માલિકને આ મુદ્દે ફરિયાદ કરી હતી. ગ્રાહકે આ ઘટનાના પુરાવા માટે તેમણે પિત્ઝાનો વીડિયો પણ રેકોર્ડ કર્યો હતો. આ વીડિયો વાયુ વેગે સમગ્ર રાજ્યમાં ફેલાઈ ગયો હતો. આ આઉટલેટ સામે RMC શું પગલા ભરે છે. તે તો હવે અગામી સમયમાં જાણવા મળશે.

રેસ્ટોરન્ટના ચાલક સામે ફરિયાદ કરી હતી

પિત્ઝા સહિતની અનેક બહારની વસ્તુઓમાં આવી જીવાતો નીકળતી હોવાની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. પરંતુ તેમ છતાં પણ આ સ્થિતિમાં કોઇ સુધાર આવતો નથી. આપણી ખાણીપીણીની બજારમાં હજુ સુધી હાઇજીન નામે કોઇ ગંભીરતાથી પગલા નથી લેવાતા. સ્વચ્છતાના પાઠને અનુસરાતા નથી, જેના કારણે લોકોના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે.

Scroll to Top