Rajkot | રાજકોટ અકસ્માતનો વધુ એક CCTV સામે આવ્યો, ડ્રાઈવરે કેવી રીતે મોતનું તાંડવ સર્જ્યું જોઈ લો…

Rajkot city bus accident inside cctv

⇒  Rajkot સીટી બસ અકસ્માતનો વધુ એક CCTV સામે આવ્યો

⇒  ડ્રાઈવરે કેવી રીતે મોતનું તાંડવ સર્જ્યું જોઈ લો…

Rajkot News | રાજકોટમાં અકસ્માતે નહીં પણ ગુનાહિત બેદરકારીના કારણે ઈન્દિરા સર્કલ ખાતે ઈલે.સિટી બસના ચાલકે ચાર ચાર નિર્દોષને કચડી નાંખી કમકમાટીભર્યા મોત નીપજાવ્યા અને ચારને ઈજા પહોંચાડી તે ઘટનામાં વધુ એક CCTV સામે આવ્યા છે. ઈન્દિરા સર્કલ પર અકસ્માતના વધુ એક CCTV સામે આવતા ચકચાર મચી છે. E52 નંબરની સિટી બસની અંદરના કેમેરાનો વીડિયો જુઓ. કેવી રીતે ડ્રાઈવરે મોતનું તાંડવ સર્જ્યું તેનો પુરાવો જોઈ લો. લોકો બસ નીચે કચડાતા રહ્યા પણ ડ્રાઈવરે બ્રેક ન મારી! કેવી રીતે ડ્રાઈવરે લોકોને કચડી દીધા તે પણ જોઈ લો.

બસના CCTV કેમેરમાં અકસ્માતની ગોઝારી ઘટના કેદ થઈ છે. સિટી બસ અકસ્માતમાં 4-4 લોકોના મોત નીપજ્યા હતા. તેમજ આજે રાજકોટ સિટી બસ અકસ્માત મુદ્દે NSUI મેદાને છે. કોટેચા સર્કલ ખાતે ગુજરાત પ્રદેશ NSUIનો વિરોધ શરૂ થયો છે. તેમાં વિરોધ પ્રદર્શનને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. જેમાં NSUI દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર અને રસ્તા રોકી વિરોધ કરવામાં આવ્યો છે.

રાજકોટમાં સિટી બસ અકસ્માતમાં મોટો ખુલાસો
આ સમગ્ર કેસમાં એવો પણ ખુલાસો થયો છે કે, બસ ડ્રાઈવર શિશુપાલસિંહ રાણાનું લાયસન્સ એકસ્પાયર્ડ હતુ અને તે બસ હંકારી રહ્યો હતો. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે BNSની કલમ 105 એટલે કે સાપરાધ મનુષ્યવધ તેમજ 125(એ), 125(બી), 281, 324(4) તેમજ મોટર વેહિકલ એક્ટની કલમ 5, 177, 181, અને 184 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. તો મનપા દ્વારા તપાસના નાટક કરી સહાય જાહેર કરવામાં આવી છે, કોન્ટ્રાક્ટ એજન્સી સામે મનપાની કોઈ કાર્યવાહી નહીં અને ડ્રાઈવરને ફરજ પરથી દૂર કરી સંતોષ માન્યો છે.

બસમાં કોઈ ખામી ન હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું
રાજકોટ શહેર ડીસીપી ઝોન- 2 (DCP Zone 2 in Rajkot City) જગદીશ બાંગરવાએ જણાવ્યું કે પોલીસ દ્વારા FSL તેમજ RTOની હાજરીમાં બસનું મિકેનિકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં બસની બ્રેક ફેઈલ થઇ હતી કે કેમ તે અંગે તપાસ કરતા બસનું મિકેનિકલ સંપૂર્ણ ફિટ હોવાનું એટલે કે કોઈ ખામી ન હોવાનું સામે આવ્યું હતું. જ્યારે કે બસ ચાલકનું ટ્રાન્સપોર્ટ લાયસન્સ ફેબ્રુઆરી 2025માં એક્સપાયર થઇ ગયું હોવાનું સામે આવ્યું છે. બસચાલક નશાની હાલતમાં હોવાની લોકોની ફરિયાદ હોવાથી તેમના બ્લડ સેમ્પલ મેળવી કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ નશાની હાલતમાં ન હોવાનું સામે આવ્યું છે. બ્રેથ એનલાઇઝરથી પણ તપાસ કરવામાં આવતા નશાની હાલતમાં ન હોવાનું સામે આવ્યું છે.


WhatsApp Channel


You Can also Follow us on Social Media
Youtube  | Facebook | Instagram | X (Twitter) | WhatsApp
Scroll to Top