- 20 નવેમ્બરના રોજ જંત્રીના ભાવમાં વધારો કરવામાં આવ્યો
- અગ્નિકાંડ બાદ રાજકોટમાં કન્સ્ટ્રક્શન ઉદ્યોગ મૃત: પાય હાલતમાં
- અંદાજીત 200થી 2000 ટકાનો વધારો
સરકાર દ્વારા સૂચવવામાં આવેલા જંત્રીના ભાવ વધારા મામલે હવે ગુજરાત ક્રેડાઈ બાદ રાજકોટ બિલ્ડર એસોસિએશન પણ હરકતમાં આવ્યું છે. રાજકોટ બિલ્ડર એસોસિએશન દ્વારા પણ હવે બાયો ચઢાવી છે. ગુરૂવારના રોજ રાજકોટ બિલ્ડર એસોસિએશનના હોદ્દેદારો દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જે પ્રેસ કોન્ફરન્સમાં રાજકોટ બિલ્ડર એસોસિએશનના હોદ્દેદારો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જંત્રીના ભાવ વધારાને પાછો ખેંચવા માટે રાજકોટ બિલ્ડર એસોસિએશન દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવશે.
20 નવેમ્બરના રોજ જંત્રીના ભાવમાં વધારો કરવામાં આવ્યો
સરકાર દ્વારા 20 નવેમ્બરના રોજ જંત્રીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અંદાજીત 200થી 2000 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. જંત્રીમાં જંગી વધારાને કારણે બાંધકામ ઉદ્યોગ ખુબ જ ખરાબ રીતે ચાલે છે. જેને લીધે જંત્રીનો વધારો કોઈપણ સંજોગોમાં સ્વીકાર કરવો મુશ્કેલ છે. આ જંત્રીની નવી શરતને કારણે જમીન બિનખેતી કરવા માટે ભરવું પડતું પ્રીમિયમનો બોજો વધારે થઈ રહ્યો છે.
અગ્નિકાંડ બાદ રાજકોટમાં કન્સ્ટ્રક્શન ઉદ્યોગ મૃત: પાય હાલતમાં
ટીપી સ્કીમ હેઠળ લાગુ પડતી 40 ટકાની કપાત સહિતની બાબતો અંગે રાજકોટમાં ઘણા પ્રશ્નો પણ પેન્ડિંગ છે. રાજકોટમાં સંબંધિત વિભાગ માંથી બાંધકામને લગતી મંજૂરી આપવામાં ન આવતા અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અગ્નિ કાંડ પહેલા પૂર્વે દર મહિને હાઇરાઇઝ બિલ્ડીંગના 10 થી 12 પ્લાન મંજૂર થતા હતા. પરંતુ હાલમાં હાઇરાઇઝનો મહિને પણ પ્લાન મંજૂર થતા નથી. અગ્નિકાંડ બાદ રાજકોટમાં કન્સ્ટ્રક્શન ઉદ્યોગ મૃત: પાય હાલતમાં છે.