Rajkot શહેરમાં રૂ. 4.28 કરોડની ઠગાઈનો ગંભીર કેસ સામે આવતા રાજકીય વર્તુળોમાં ચકચાર મચી છે. આ કેસમાં Rajkot જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયા સહિત પાંચ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ નોંધાયા બાદ અલ્પેશ ઢોલરીયાએ પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને પોતાના પર લાગેલા તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે.
પ્રેસ કોન્ફરન્સમાં અલ્પેશ ઢોલરીયાએ જણાવ્યું કે તેઓ ક્રિપ્ટો કરન્સી સાથે કોઈ પ્રકારનો સંબંધ રાખતા નથી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું: “ક્રિપ્ટો શું હોય છે એ પણ હું જાણતો નથી.” ઢોલરીયાએ દાવો કર્યો કે તેમના રાજકીય જીવનને બદનામ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને આ બધું એક સુચિંતિત સડયંત્રનો ભાગ છે. અલ્પેશ ઢોલરીયાએ પોલીસ કમિશનર અને DCPને વિનંતી કરી કે આ કેસની નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે. તેઓએ જણાવ્યું કે તેઓ તપાસમાં પૂર્ણ સહકાર આપવા તૈયાર છે. તેમણે કહ્યું: “હું નિર્દોષ છું. મારી સચ્ચાઈ સાબિત કરવા માટે બ્રેઇન મેપિંગ અને લાઇ-ડિટેક્ટર ટેસ્ટ માટે પણ હું તૈયાર છું.” આક્ષેપોને ખોટા અને રાજકીય પ્રેરિત ગણાવતા અલ્પેશ ઢોલરીયાએ જણાવ્યું કે તેઓ માનહાનિનો દાવો દાખલ કરશે.
આ પણ વાંચો – Rajkot માં પાણીપુરી ખાવા ગયેલી મહિલાની કોણે કરી હત્યા



