Rajkot : લોકસભાની અંદર સમાજવાદી પાર્ટીના સાંસદે કરેલી એ ટિપ્પણીને લઈને હવે સમગ્ર ગુજરાત નહીં પરંતુ દેશભરની અંદર રોજ ભભૂકી ઉઠ્યો છે. લોકસભાની અંદર સમાજવાદીના એવા સાંસદ કે જેમણે રાણા સાંગા ઉપર વિવાદિત નિવેદન આપ્યું અને ત્યારબાદથી સમગ્ર દેશની અંદર અલગ અલગ જગ્યા ઉપર આવેદન પત્ર આપવાની કામગીરી ચાલી રહી છે તેવામાં હવે આ ક્ષત્રિય સમાજે રાજકોટમાં વિરોધ નોંધાવી રહ્યો છે.
રાજકોટમાં ક્ષત્રિય સમાજના સામાજિક આગેવાન પીટી જાડેજા સહિત સામાજિક આગેવાનોની સાથે સાથે ક્ષત્રિયાણીઓ પણ મેદાને આવી અને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બહુમાળી ભવન ખાતે વિરોધ નોંધાવવા માટે તમામ પહોંચ્યા હતા. એક તરફ લોકસભાની અંદર રાણાસાંગાને લઈને વિવાદિત નિવેદન આપનાર સમાજવાદી પાર્ટીના એ સાંસદ કે જેમણે હજુ સુધી માફી નથી માંગી અને તેમે માફી ન માંગતા ક્ષત્રિય સમાજે ફરી એક વખત આંદોલનની પણ ચીમકી આપી છે. ગુજરાતની અંદર છેલ્લા કેટલાક દિવસોથી ઉગ્ર વિરોધ પ્રદર્શન એ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યું છે જે પ્રમાણે લોકસભાની ચૂંટણી દરમિયાન પણ ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજ જે મેદાને હતો અને જે પ્રમાણે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યો હતો એ જ પ્રમાણે અત્યારે પણ ગુજરાતમાં અલગ અલગ જગ્યા ઉપર ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન એ ચાલી રહ્યું છે જો કે આ વિરોધ પ્રદર્શન મામલે રાજકોટની અંદર કલેકટર કચેરી ખાતે એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને જો આ મામલે કાયદેસરની કાર્યવાહી ન કરવામાં આવી તો આગામી સમયની અંદર આંદોલન કરવા માટેની પંચ પણ ચીમકી આપી છે.