ગોંડલ: અમિત ખુંટ આત્મહત્યા કેસમાં મહિનાઓથી ફરાર ચાલી રહેલા આરોપી Rajdeepsinh Ribda (જાડેજા) એ અંતે ગત મોડી રાત્રે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. વિશ્વસનીય સૂત્રો અનુસાર, રાજદીપસિંહએ ગોંડલ તાલુકા પોલીસ મથકે પોતાની હાજરી આપી હતી, જ્યાં પોલીસે તેમની વિધિવત ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગયા મહિને થયેલી અમિત ખુંટની આત્મહત્યા બાદ મળેલી સુસાઇડ નોટમાં Rajdeepsinh Ribda અને તેના પિતાના નામનો ઉલ્લેખ મળ્યો હતો. પોલીસએ બંને વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણા (IPC કલમ 306) હેઠળ ગુનો નોંધ્યો હતો. આ કેસને લઈ રાજ્યભરમાં ભારે ચર્ચા થઈ હતી, અને આરોપીઓના ગુજરાત હાઇકોર્ટ તથા સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીનના અરજીઓ ફગાવાયા હતા. મોડી રાત્રે રાજદીપસિંહે સ્વેચ્છાએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હોવાની માહિતી મળતા, ગોંડલ તાલુકા પોલીસ મથકની ટીમે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. હાલ આરોપીની પૂછપરછ ચાલી રહી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, રાજદીપસિંહને આજે ગોંડલ કોર્ટમાં હજૂર કરાવવામાં આવશે. કોર્ટમાંથી રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે. અમિત ખુંટ કેસમાં આ વિકાસને લઈને નવી ચર્ચા શરૂ થઈ છે અને હવે તપાસનો ફોકસ રાજદીપસિંહના નિવેદન પર કેન્દ્રિત થશે.



