Gujarat : રાજસ્થાન પોલીસે અફીણની દાણચોરીના આરોપમાં ગુજરાત કોંગ્રેસના નેતાની ધરપકડ કરી ત્યારથી ભારે ખળભળાટ મચ્યો છે. રાજસ્થાનમાં જયારે નાકાબંધી દરમિયાન જ્યારે વાહનને રોકવાનો સંકેત આપવામાં આવ્યો ત્યારે ડ્રાઇવરે ભાગવાનો પ્રયાસ કર્યો. જ્યારે કારને રોકીને તપાસ કરવામાં આવી ત્યારે કારમાંથી અફીણ મળી આવ્યું. રાજસ્થાન પોલીસે આ કેસની તપાસમાં જયારે ઊંડી ઉતરી તો ગુજરાત કોંગ્રેસના મોટા નેતાનું નામ સામે આવ્યા બાદ તેની ધરપકડ પણ કરી હતી.
કેમ ઠાકરસી રબારીની હોસ્ટેલમાંથી સીધી ધરપકડ કરી
રાજસ્થાનના સિરોહી જિલ્લાના સ્વરૂપગંજ પોલીસે NDPS એક્ટ હેઠળના કેસમાં ગુજરાત કોંગ્રેસ ઉત્તર ગુજરાતના રબારી સમાજના મોટા નેતા ઠાકરસી રબારીની ધરપકડ કરી હતી. હકીકતમાં, પોલીસે અફીણની દાણચોરીના આરોપસર ગુજરાતમાંથી કોંગ્રેસ કિસાન મોરચાના ભૂતપૂર્વ પ્રમુખ ઠાકરસી રબારીની ધરપકડ કરી હતી. રાજસ્થાન પોલીસની કાર્યવાહી બાદ ઠાકરશી રબારીને જેલ ભેગા કરાયા છે. અફીણ કેસમાં રાજસ્થાન પોલીસે ઠાકરશી રબારીની ધરપકડ કરવામા આવી હતી, હાલમાં કોર્ટના આદેશ બાદ રાજસ્થાનની સ્વરૂપગંજ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, પીરવાડા નજીક કારમાંથી મળેલા અફીણ કેસમાં ઠાકરશી રબારીનું નામ ખુલ્યુ હતુ.
રાજસ્થાનના સિરોહી જિલ્લાના પોલીસ વડાએ મામલે શું કહ્યું
સિરોહીના પોલીસ અધિક્ષક અનિલ કુમાર બેનીવાલે જણાવ્યું હતું કે બુધવારે 9 એપ્રિલના રોજ માલેરા ટોલ ટેક્ષ નજીક NH 27 પર નાકાબંધી દરમિયાન રાજસ્થાન પોલીસના SI રાજેન્દ્ર સિંહે ઉદયપુરથી આવતી એક કારને રોકવાનો સંકેત આપ્યો હતો જોકે ડ્રાઇવરે કારને બીજી તરફ ફેરવી દીધી હતી. ત્યારે પોલીસને કાર ચાલક પર શંકા ગઈ અને પોલીસે વાહન રોકીને તેની તપાસ કરી તો વાહનમાંથી ગેરકાયદેસર અફીણ મળી આવ્યું. રાજસ્થાન પોલીસે આ મામલે અફીણનો વજન કરતા લગભગ 3.390 કિલો જપ્ત કર્યું અને કારમાં સવાર બંને આરોપીઓની ધરપકડ કરી હતી. અને આ કેસની તપાસ સ્વરૂપગંજ પોલીસને સોંપવામાં આવી હતી. જે તપાસમાં ગુજરાત કોંગ્રેસના નેતા ઠાકરસી રબારીનું નામ સામે આવ્યા બાદ રાજસ્થાન પોલીસના SHO કમલ સિંહ રાઠોડ અને તેમની ટીમે ગુજરાત રાજ્યમાંથી આરોપીની ધરપકડ કરી હતી.
ઠાકરસી રબારીને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા
રાજસ્થાનના સ્વરૂપગંજ પોલીસે ઠાકરસી રબારી સહીત અન્ય બે આરોપીઓ ને કોર્ટમાં હાજર કરતા સ્વરૂપગંજ કોર્ટે ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો આદેશ અપાયો હતો. જેથી બનાસકાંઠા કોંગ્રેસના નેતા ઠાકરશી રબારીને રાજસ્થાનની સ્વરૂપગંજ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.