Rahul Gandhi: 2027ની ચૂંટણી પહેલા રાહુલ ગાંધી એક્ટિવ,33 જીલ્લામાં કરશે પ્રવાસ

Rahul Gandhi: લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ અમદાવાદમાં ભવ્ય સભાને સંબોધન કરી હતી. કાર્યકર્તા સંવાદમાં રાહુલ ગાંધીએ સભા સંબોધન દરમિયાન કહ્યું હતું કે, હું ગુજરાતમાં જનતાનો અવાજ સંભાળવા આવ્યો છું. તેના ભાગ રૂપે મળતી માહિતી અનુસાર રાહુલ ગાંધી મે અથવા જૂન મહિનાથી ગુજરાતમાં ધામા નાખશે.રાહુલ ગાંધી સંગઠન મજબૂત કરવા તમામ 33 જિલ્લામાં પ્રવાસ કરશે.

રાહુલ ગાંધી 33 જિલ્લામાં પ્રવાસ કરશે

ગુજરાત કોંગ્રેસને મજબૂત કરવા માટે ગુજરાત કોંગ્રેસના મોટા નેતાએ જણાવ્યું હતું કે, પાર્ટી અધિવેશન સમાપ્ત થયા બાદ રાહુલ ગાંધી ગુજરાતના તમામ જિલ્લામાં સંગઠન સંવાદ કરશે અને આગામી ચૂંટણીઓની તૈયારીઓની પણ સમીક્ષા કરશે. આ ઉપરાંત રાહુલ ગાંધી સાથે સાથે પ્રિયંકા ગાંધી પણ ગુજરાતમાં એક્ટિવ થશે. તમામ પાસા પર કોંગ્રેસ આગેવાનો ગુજરાતમાં કામ કરશે. જ્યારે કોંગ્રેસની ખાસ ટીમ રાહુલ ગાંધીનો પ્રવાસ ડિઝાઈન કરશે.

શું કહ્યું રાહુલ ગાંધીએ?
યુવાનો,ખેડુતો,મહિલાઓ,વેપારીઓ માટે ગુજરાતમાં આવ્યો છું. છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ પાર્ટી વિપક્ષમાં છે.2007,2012,2017 અને 2022થી કોંગ્રેસ સતત ચૂંટણી હારી રહી છે. હું અહીં માત્ર ચૂંટણીની વાતો કરવા આવ્યો નથી. ગુજરાતમાં આપણી જવાબદારી પૂરી નહીં કરીએ ત્યા સુધી ગુજરાતની પ્રજા ચૂંટણી નહીં જીતાડે.ગુજરાતની જનતા પાસે સરકાર આપણે માંગવી પણ ન જોઈએ.કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતમાં એવું કામ કરવાનું છે કે,તમામ જનતા કોંગ્રેસને સમર્થન કરે.અંગ્રેજોની સામેની લડત સમયે પણ કોંગ્રેસ પક્ષનો કોઈ ચેહરો નહોતો. ત્યારે સાઉથ આફ્રિકાથી લીડર મહાત્મા ગાંધી આવ્યા હતા. તેમને કોંગ્રેસ સહિત સમગ્ર દેશનું નિતૃત્વ કર્યું હતું.ગાંધીજી વગર ભારત દેશને આઝાદી મળી ન હોત.ભારતને ગુજરાતે રસ્તો બતાવ્યો હતો. ગાંધીજી સાથે સરદાર વલ્લભભાઈ પટેલ પણ હતા. દેશના અને કોંગ્રેસના સૌથી મોટા 5 નેતાઓ પૈકી 2 ગુજરાતના હતા.

 

 

 

 

 

Scroll to Top