Rahul Gandhi: લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે છે. આજે રાહુલ ગાંધીએ અમદાવાદમાં સભાને સંબોધન કર્યું હતું.ત્યારબાદ રાહુલ ગાંધી સાથે nsuiના કાર્યકરતા અને રબારી સમાજના આગેવાન કપીલ દેસાઈએ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. આ મૂલાકાત દરમિયાન રબારી સમાજના વસાહતના ડિમોલેશન અંગે રજૂઆત કરી હતી.
સરકારે રબારી સમાજના ઘર તોડી નાખ્યા
કપીલ દેસાઈએ રાહુલ ગાંધીને ઓઢવ રબારી વસાહત, અંબાજી સહિત સમગ્ર ગુજરાત માં જે રીતે ઓબીસી, એસસી, એસટી અને માઈનોરીટી અને માત્ર ગરીબોનો ટાર્ગેટ કરી બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી અત્યંત પીડાદાયક અને ભેદભાવ પુર્ણ છે. ભાજપ સરકારનું બુલડોઝર માત્ર ગરીબોના ઝુંપડા જ તોડે છે.ઉધોગપતિઓ કે ભાજપના મળતિયાઓ દ્વારા કરવામાં આવેલ દબાણો કે,પચાવી પાડેલી ગૌચરની જમીનો પર કાર્યવાહી કરતા નથી.રાજ્ય સરકાર દ્વારા માત્ર થોડા કલાકોની નોટિસ આપીને લોકોના ઘર તોડી પાડવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે અનેક પરિવારો રસ્તા પર આવી ગયા, તેમના સપનાઓ પળવારમાં ચકનાચૂર થઈ ગયા હતી.
સત્ય માટે લડનારની હિંમત કદી તૂટી શકતી નથી
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં વિવિધ જગ્યાએ ગેરકાયદે દબાણ કરેલા વિસ્તારમાં સરકાર દબાણ દૂર કરવા બુલડોઝર ફરી વળ્યું હતું. આ બુલડોઝર ફરી વળતા આ વિસ્તારમાં રહેતા રબારી સમાજ (rabari samaj) ના લોકોએ વિરોધ કર્યો હતો.ગેરકાયદેસર બાંધકામ કર્યા છે તેના પર બુલડોઝર ચલાવવામાં આવતા નથી. કેટલાય ઉદ્યોગપતિઓએ જમીનો પચાવી પાડી છે અને કરોડો ચોરસ મીટર ગોચર જમીન ખાઈ ગયા છે તેમના પર બુલડોઝર નથી ચાલતા. અહીંયા લોકો ગુજરાત રાજ્ય બન્યું તે પહેલાથી વસવાટ કરી રહ્યા છે.