Rahul Gandhi: ‘Vote Chori’ નામની નવી વેબસાઈટ

Rahul Gandhi

કોંગ્રેસના અગ્રણી નેતા Rahul Gandhi એ ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિઓ સામે અવાજ ઉઠાવતા હવે નવી ડિજિટલ ઝૂંબેશ શરૂ કરી છે. ‘Vote Chori’ નામની આ ઝૂંબેશ દ્વારા Rahul Gandhi એ દેશભરના લોકોને ચૂંટણી પ્રણાલીમાં પારદર્શકતા માટે જોડાવાનું આહ્વાન કર્યું છે.

રાહુલ ગાંધીએ આ ઝૂંબેશ માટે એક વિશેષ વેબસાઈટ લોન્ચ કરી છે, જ્યાં લોકો પોતાની વિગતો નોંધાવી અભિયાન સાથે જોડાઈ શકે છે. સાથે જ તેમણે એક મિસ્ડ કૉલ કૅમ્પેઇન પણ શરૂ કર્યું છે. માત્ર 96500 03420 નંબર પર મિસ્ડ કૉલ આપવાથી આ ઝૂંબેશમાં જોડાઈ શકાય છે.

આ પણ વાંચો – Somnath Temple: દિનુ બોઘા સોલંકીની ખુલ્લેઆમ ધમકી!

કોંગ્રેસના જણાવ્યા મુજબ, આ પહેલનો મુખ્ય ઉદ્દેશ ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા વધારવાનો અને મતદારોના અધિકારોનું સંરક્ષણ કરવાનો છે. રાહુલ ગાંધીએ પોતાના સંદેશમાં જણાવ્યું કે, “દરેક મતની કિંમત છે અને તે મત ચોરાય નહીં, તેની જવાબદારી આપણે સૌની છે.” રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે આ ઝૂંબેશ આવનારી ચૂંટણી પહેલાં રાજકીય ચર્ચાનો કેન્દ્ર બની શકે છે.

Scroll to Top