Rahul Gandhi | રાહુલ ગાંધી આ એક પ્લાનથી કોંગ્રેસમાં ફૂંકશે નવા પ્રાણ, આવા નેતાઓને ટિકિટ નહીં મળે

  • Rahul Gandhiએ સ્પષ્ટ કહ્યું કે જે લોકો સારું પ્રદર્શન કરશે તેમને જ પ્રમોશન મળશે
  • દરેક વરિષ્ઠ નેતાની જવાબદારી નક્કી કરવામાં આવશે અને તેમને તે મુજબ કામ સોંપવામાં આવશે

Rahul Gandhi on Mission Gujarat | કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે પ્રવાસના બીજા દિવસે 16 એપ્રિલ 2025ના રોજ તેઓ સવારે 10 વાગ્યાની આસપાસ મોડાસા (Modasa) સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે અરવલ્લી જિલ્લાના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક કરશે. ત્યારે બાદ કાર્યકર્તાઓના સંમેલનમાં ઉપસ્થિત રહેશે. આ મુલાકાત દરમિયાન તેઓ ગુજરાતમાં મિશન 2027 સંદર્ભે મહત્વની ચર્ચા કરી શકે છે.

આ પહેલા મંગળવારે રાત્રે કોંગ્રેસ (Congress)ના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ પક્ષના ગુજરાત એકમની સંકલન સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી હતી. નિરીક્ષકો સાથે બે કલાકની બેઠકમાં તેમણે કહ્યું કે જે નેતાઓ પોતાની જવાબદારીઓ નિભાવવામાં નિષ્ફળ જાય છે તેમને કોઈ પદ મળશે નહીં અને જે નેતાઓ ફક્ત ચૂંટણી દરમિયાન સક્રિય રહે છે તેમને પાર્ટીની ટિકિટ નહીં મળે. તેમણે બેઠકમાં હાજર પાર્ટીના નેતાઓને કહ્યું કે જનતા વચ્ચે કામ કરનારા કાર્યકરો અને નેતાઓને ટિકિટ આપવામાં આવશે. તેમણે ખાતરી આપી હતી કે જો ગુજરાતમાં પાર્ટી સત્તામાં આવશે તો સારું પ્રદર્શન કરનારા જિલ્લા પ્રમુખોને મંત્રી બનાવવામાં આવશે.

લગ્ન અને રેસના ઘોડા કેવી રીતે તારવશો
આ બેઠક દરમિયાન પ્રશ્નોત્તરી યોજવામાં આવી હતી જેમાં એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે લગ્નના ખૂણા અને રેસના ઘોડા કેવી રીતે અલગ તારવીશું જેના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આઠ મે સુધીમાં પેનલ બનાવો તેના પછી નિર્ણય લેવાશે અને તમને તમારા પ્રશ્નનો જવાબ મળી જશે.

ટિકિટ વિતરણના માપદંડ નક્કી કર્યા
બેઠકમાં સંગઠનમાં નેતાઓના પ્રમોશન અને ચૂંટણી માટે ટિકિટ વિતરણ માટેના માપદંડ નક્કી કરવામાં આવ્યા. કોંગ્રેસ દ્વારા જારી કરાયેલી એક પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યું છે કે સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી બેઠકમાં પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલ અને પાર્ટીના રાજ્ય એકમના પ્રભારી મુકુલ વાસનિક ઉપરાંત રાજ્યના તમામ વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓએ હાજરી આપી હતી.

સિનિયર નેતાની જવાબદારી નક્કી કરવામાં આવી
રાહુલ ગાંધીએ સ્પષ્ટ કહ્યું કે જે લોકો સારું પ્રદર્શન કરશે તેમને જ પ્રમોશન મળશે, દરેક વરિષ્ઠ નેતાની જવાબદારી નક્કી કરવામાં આવશે અને તેમને તે મુજબ કામ સોંપવામાં આવશે.રાહુલ ગાંધીએ રાજ્યના નેતાઓના પ્રદર્શનની સમીક્ષા કરી અને તેમને 2027ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને હરાવવાનું કામ સોંપ્યું.


WhatsApp Channel


You Can also Follow us on Social Media
Youtube  | Facebook | Instagram | X (Twitter) | WhatsApp
Scroll to Top