PUSPA2: પુષ્પા-2નો એક્ટર અલ્લુ અર્જુન જેલના સળિયા ગણશે, જાણો સમગ્ર ઘટના

સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની શુક્રવારે હૈદરાબાદ પોલીસે તેના ઘરેથી ધરપકડ કરી હતી. હૈદરાબાદમાં તાજેતરમાં થયેલી નાસભાગના સંદર્ભમાં આ ધરપકડ કરવામાં આવી છે. 4 ડિસેમ્બરે હૈદરાબાદમાં પુષ્પા 2 ના સ્ક્રિનિંગ દરમિયાન નાસભાગમાં એક મહિલાનું મોત થયું હતું. જ્યારે તેમનો પુત્ર ઘાયલ થયો હતો.

25 લાખ રૂપિયાની આર્થિક સહાય પણ આપી હતી

અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા-2એ બોક્સ ઓફિસમાં ધૂમ મચાવી રહી છે. પુષ્પા-2ને દક્ષિણની સાથે હિન્દી બેલ્ટમાં પણ ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. પરંતુ અલ્લુ અર્જુન માટે આ ફિલ્મ સમસ્યા બની ગઈ છે. આ ફિલ્મનું હૈદરાબાદમાં પ્રીમિયર 4 ડિસેમ્બરે યોજાયું હતું. હૈદરાબાદના સંધ્યા થિયેટર પાસે આ કાર્યક્રમ દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી. જેમાં રેવતી નામની મહિલાનું મોત થયું હતું. જ્યારે તેમનો પુત્ર ઘાયલ થયો હતો. આ દુર્ઘટના બાદ અલ્લુ અર્જુને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો પોસ્ટ કરીને માફી માંગી હતી અને મહિલાના પરિવારને 25 લાખ રૂપિયાની આર્થિક સહાયની પણ જાહેરાત કરવામાં આવી હતી.

હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ભાગદોડમાં એક મહિલાનું મોત

મહિલાના પરિવારે ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે 5 ડિસેમ્બરે અલ્લુ અર્જુન અને તેની સુરક્ષા ટીમ સાથે થિયેટર મેનેજમેન્ટ સામે કેસ નોંધ્યો હતો. આ કેસ ભારતીય ન્યાયિક સંહિતા (BNS)ની કલમ 105 અને 118 (1) હેઠળ નોંધવામાં આવ્યો હતો. આ પછી પોલીસે થિયેટરના માલિક અને તેના ઈન્ચાર્જની પણ ધરપકડ કરી હતી.

આ ફિલ્મમાં 5 ડિસેમ્બરે રિલિઝ થઈ હતી.

પુષ્પા 2: ધ રૂલનું નિર્દેશન સુકુમાર દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મમાં અલ્લુ અર્જુન રશ્મિકા મંદન્ના અને ફહદ ફાસિલ લીડ રોલમાં છે. આ ફિલ્મનું નિર્માણ Mythri Movie Makers અને Sukumar Writings દ્વારા કરવામાં આવ્યું છે. તેનું સંગીત ટી-સીરીઝ દ્વારા આપવામાં આવ્યું છે. આ ફિલ્મ 5 ડિસેમ્બર 2024ના રોજ રિલીઝ થઈ છે. શ્રીલીલાએ ફિલ્મમાં એક આઈટમ સોંગ કર્યું છે.

Scroll to Top