Pushpa 2 VS Baby John: બોક્સ ઓફિસ પર પુષ્પા 2 VS બેબી જ્હોન, જાણો બન્ને ફિલ્મનું કલેક્શન

Pushpa 2 VS Baby John: પુષ્પા 2 બોક્સ ઓફિસ પર હજી પણ બોક્સ ઓફિસ પર કમાણી કરી રહ્યા છે.આ ફિલ્મ તેની ચોથી સપ્તાહમાં કરોડોનું ક્લેક્શન કરી રહી છે. હવે આ ફિલ્મના બિઝનેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ફિલ્મે અત્યાર સુધી ઘણા રેકોર્ડ બનાવ્યા છે. સાઉથથી લઈને બોલિવૂડ સુધીની તમામ ફિલ્મોથી આગળ નિકળી ગઈ છે.આ ઉપરાંત ફિલ્મ દેશની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. સૌવથી મહત્વની વાત એ છેકે વરુણ ધવનની લેટેસ્ટ રિલીઝ બેબી જ્હોન (Baby John) કરતાં પુષ્પા 2 (puspa 2) બોક્સ ઓફિસ પર વધુ કમાણી કરી રહ્યું છે.

23માં દિવસે પુષ્પા2 એ કરી આટલા કરોડની કમાણી 

ફિલ્મની કમાણી વિશે વાત કરીએ તો પુષ્પા 2 (puspa 2) એ રિલીઝના પહેલા અઠવાડિયામાં 725.8 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. બીજા સપ્તાહમાં ફિલ્મનું કલેક્શન 264.8 કરોડ રૂપિયા હતું. ત્રીજા સપ્તાહમાં પુષ્પા 2’એ 129.5 કરોડ રૂપિયાની કમાણી કરી છે. હવે પુષ્પા 2 (puspa 2)  ની રિલીઝના 23મા દિવસની કમાણીના આંકડાની વાત કરીએ તો sakanlikના આંકડા અનુસાર પુષ્પા 2એ તેની રિલીઝના 23માં દિવસે 8.75 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.આ સાથે પુષ્પા 2 (puspa 2) ની 23માં દિવસની કમાણી હવે 1128.85 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. વિવિધ ભાષામાં કમાણીની વાત કરીએ તો તેલુગુમાં 320.13 કરોડ રૂપિયા, હિન્દીમાં 731.15 કરોડ રૂપિયા, તમિલમાં 55.95 કરોડ રૂપિયા, કન્નડમાં 7.53 કરોડ રૂપિયા અને મલયાલમમાં 14.09 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.

પુષ્પા 2નું બજેટ 500 કરોડ રૂપિયા

સુકુમારની ફિલ્મ પુષ્પા 2 (puspa 2) લગભગ 500 કરોડ રૂપિયાના બજેટમાં બની છે. ફિલ્મમાં અલ્લુ અર્જુન-રશ્મિકા મંદન્ના ઉપરાંત ફહદ ફાસીલ પણ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મનો પહેલો ભાગ 2021માં પુષ્પા ધ રાઇઝ નામથી આવ્યો હતો.

Scroll to Top